તાજા સમાચાર

આસામમાં બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ તણાવ, કરીમગંજમાં કલમ 144 લાગુ

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે હૈલાકાંડી જિલ્લામાં બજરંગ દળના ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપીને કરીમગંજ પરત ફરી રહ્યો હતો, બજરંગ દળના 16 વર્ષના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. ત્યારે હત્યાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શંભુ કોઈરીની રવિવારે સાંજે લોએરપુઆ વિસ્તારમાં અજાણ્યા લોકોએ હત્યા કરી હતી, એક દિવસ બાદ સોમવારે આસામના કરીમગંજ જિલ્લાના લોએરપુઆ બજાર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

અધિકારીએ કહ્યું કે, બજરંગ દળના કાર્યકર્તા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ઘટના બાદ સ્થાનિક લોકોએ ગુનેગારોની ધરપકડની માંગ સાથે જિલ્લાના બાજારીછેરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં વધારાની ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

બેનરો, પોસ્ટરોના વિતરણ પર પ્રતિબંધ

કરીમગંજના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ CrPC કલમ 144 હેઠળના વિસ્તારમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હોવા છતાં પરિસ્થિતિ તંગ રહી હતી. એક સત્તાવાર આદેશ અનુસાર, વહીવટીતંત્રે કરીમગંજ જિલ્લામાં કોઈપણ બેનરો, પોસ્ટરોના વિતરણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આગામી આદેશો સુધી આ પ્રતિબંધો લાગુ રહેશે.

લોકોએ પોલીસ સ્ટેશનની કરી ઘેરાબંધી

બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ ઉશ્કેરાયેલા લોકોએ બજારીછેરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે વિસ્તારમાં શાંતિ જાળવવા અને પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે વધારાની પોલીસ ફોર્સ લગાવવામાં આવી છે.

editor
R For You Desk