ગુજરાત

ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરવા સુરત પોલીસનો નવતર પ્રયોગ, PCR વાન દ્વારા કરાઈ રહ્યું છે એનાઉન્સમેન્ટ

ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે બીજી તરફ રાજ્યમાં પતંગ- દોરાના બજારો પણ ધમધમતા થઈ ગયા છે. સુરતમાં બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરતમાં પોલીસ દ્વારા પીસીઆર વાનમાંથી ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને તુક્કલ નહીં વાપરવા માટે અનાઉન્સમેન્ટ કરી અપીલ કરવામાં આવી રહી છે

ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પતંગ રસીયોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરતી માંજો દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. સુરત શહેરમાં ભાગળ વિસ્તારમાં પતંગ દોરાનું સૌથી મોટુ માર્કેટ ભરાય છે. બીજી તરફ ચાઈનીઝ દોરીના ઉપયોગ પર અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ શહેરીજનોમાં જાગૃતિ આવે તે માટે પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં પોલીસ દ્વારા પીસીઆર વાન દ્વારા અનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે

સુરતના ભાગળ વિસ્તાર કે જ્યાં પતંગ દોરાની સૌથી મોટું માર્કેટ આવેલું છે. ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો અહી પતંગ દોરાની ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં મહિધરપુરા પોલીસ દ્વારા એક પીસીઆર વાન સતત ફરી રહી છે. પીસીઆર વાનમાંથી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. પીસીઆર વાન દ્વારા જાહેરાત કરવામાં આવી કે, સુરત શહેરમાં વસતા તમામ નગરજનોને જણાવવાનું કે નાયલોન દોરી, ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ઉતરાયણમાં કરવો નહી, મહિધરપુરા પોલીસ તમામને નમ્ર અપીલ કરે છે.

ઉત્તરાયણનો પર્વ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ ચાઈનીઝ માંજાના કારણે અકસ્માતના બનાવો પણ સામે આવી રહ્યાં છે. ચાઈનીઝ માંજા મામલે હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. ચાઈનીઝ માંજાના વેચાણ સંદર્ભે 100 નંબર પર ફરિયાદ કરી શકાશે, તેવી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. એવામાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ લોકોને અપીલ કરી હતી. ઉતરાયણમાં રંગબેરંગી પતંગ ઉડાડવાનો શોખ જરૂર હોવો જોઈએ.

પતંગોના પેચ જરૂરથી લાગતા હોય છે, પરંતુ તે પેચ હંમેશા ભાઈબંધીમાં કપાતા હોય છે. આ પેચ કોઈનું જીવન લે તે પ્રકારનો કાપવાનો કોઈએ શોખ ના રાખવો જોઈએ એવી મારી સૌ નાગરીકોને બે હાથ જોડીને અપીલ છે.ઉલ્લેખનીય છે કે ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે પતંગ રસિયોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં દિવાળીના સમયથી જ પતંગ દોરાની માર્કેટો ધમધમતી થઇ જાય છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા ઈસમો સામે પોલીસ કડક કાર્યવાહી કરી છે આ ઉપરાંત લોકોંમાં જાગૃતિ આવે તે માટે નવતર પ્રયોગ પણ હાથ ધર્યો છે.

editor
R For You Desk