મનોરંજન

અભિનેત્રી નુસરત ભરૂચા થઈ ઈજાગ્રસ્ત, આંખની પાસે થઈ ઈજા

અભિનેત્રી નુસરત ભરૂચાના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જે જાણીને ફેન્સને ઝટકો લાગી શકે છે. અભિનેત્રી નુસરત ભરૂચાએ ઈન્સ્ટા સ્ટોરી પર લેટેસ્ટ વીડિયો શેયર કર્યો છે, તે શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગઈ અને પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલમાંથી શેયર કરેલા વીડિયોમાં નુસરત બેડ પર નજર આવી રહી છે. ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે અને તેમને સ્ટ્રેચેસ લગાવી રહ્યા છે. જ્યારે તેમની મિત્ર ઈશિતા તેનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. વીડિયોમાં જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેમને સામાન્ય ઈજા થઈ છે પણ આંખની પાસે તેમને ઈજા થઈ છે, જે શરીરનો નાજૂક ભાગ હોય છે.

ડિરેક્ટરે વધારી હિંમત

ફિલ્મના ડિરેક્ટર વિશાલ ફૂરિયાએ પણ અભિનેત્રી નુસરત ભરૂચાની હિંમત વધારી છે. તેમને વીડિયો પર લખ્યું આ મોટા એડવેન્ચરની એક સાહસી ઈજા, તેથી જ અમે બધા તમને આટલો પ્રેમ કરીએ છીએ. આ પહેલા વર્ષ 2022માં પણ નુસરત ભરૂચાને ઈજા પહોંચી હતી. અભિનેત્રીને હાથમાં ઈજા પહોંચી હતી અને નુસરત ભરૂચાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે આ ખરાબ સમાચાર શેયર કર્યા હતા. નુસરતે તેની પર રિએક્ટ કર્યુ અને લખ્યું

નુસરત ભરૂચા છેલ્લા કેટલાક વર્ષથી શૂટિંગમાં સતત વ્યસ્ત

નુસરત ભરૂચા જ્યારે ઈન્ડસ્ટ્રીમાં આવી તો તેને શરૂઆતમાં માત્ર નેગેટિવ રોલ્સ જ મળ્યા. અભિનેત્રીએ ઘણા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેમને લીડ રોલ મેળવવામાં ખુબ જ મહેનત કરવી પડી. જો કોઈ ફિલ્મમાં તેમને લીડ અભિનેત્રી તરીકે કાસ્ટ પણ કરવામાં આવતી તો કોઈના કોઈ નેગેટિવ અસર જરૂર પડતી. સોનુ કી ટીટૂ કી સ્વીટી અને પ્યાર કા પંચનામા જેવી ફિલ્મો તેનું મોટુ ઉદાહરણ છે પણ હવે અભિનેત્રીને ઈન્ડસ્ટ્રીમાં તેને ગમતા રોલ મળી રહ્યા છે અને તે પોતાનું 100 ટકા પણ આપી રહી છે. તમે જોઈ શકો છો કે નુસરત ભરૂચા છેલ્લા કેટલાક વર્ષથી શૂટિંગમાં સતત વ્યસ્ત છે.

નુસરત ભરૂચાની ફિલ્મ છોરીની વાત કરીએ તો તેનો પ્રથમ પાર્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવ્યો હતો, જેને ફેન્સનો સારો પ્રતિસાદ મળ્યો નહતો. આ ફિલ્મ સિવાય તે ઘણી અન્ય ફિલ્મોનો પણ ભાગ છે. તે છોરી ફિલ્મ સિવાય સેલ્ફી ઔર અકેલી નામની ફિલ્મમાં નજર આવશે. વર્ષ 2022માં નુસરત ભરૂચાએ અક્ષય કુમારની ફિલ્મ રામ સેતુમાં પણ કામ કર્યુ હતું.

editor
R For You Desk