મનોરંજન

લાલ સાડી પહેરી ઈવેન્ટમાં પહોંચી ઉર્વશી રૌતેલા, લોકોએ રિષભ પંતના નામની બૂમો પાડી Video Viral

ઉર્વશી રૌતેલા અને રિષભ પંતના સમાચારો હાલમાં ચર્ચામાં રહે છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને રિષભ પંતનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અકસ્માત બાદ ઉર્વશી રિષભ પંતને મળવા પહોંચી હતી, જેનો ફોટો વાયરલ થયો હતો. હવે, પોતાની ફિલ્મ ‘વોલ્ટેર વીરૈયા’ના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં ગયેલી ઉર્વશી રૌતેલાને જોઈને ત્યાં હાજર લોકોએ રિષભ પંતના નામની બૂમો પાડવાનું શરૂ કર્યું. અભિનેત્રીએ પરિસ્થિતિને ખૂબ જ સમજદારીથી સંભાળી અને પોતાની સ્પીચ ચાલુ રાખી હતી. ઉર્વશીએ આ ઈવેન્ટનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ઉર્વશીને જોઈને રિષભ પંત બૂમો સંભળાય

અભિનેત્રી તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં આયોજિત ફિલ્મ ‘વોલ્ટેર વીરૈયા’ની મેગા પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન જેવી જ ઉર્વશી સ્પીચ આપવા સ્ટેજ પર પહોંચી તો લોકોએ તેને જોઈને રિષભ પંતનું નામ બૂમો પાડવાનું શરૂ કર્યું. જોકે, ઉર્વશીએ ભીડને અવગણીને પોતાની સ્પીચ ચાલુ રાખી હતી. અભિનેત્રીએ કોઈપણ પ્રકારની નકારાત્મક પ્રતિક્રિયા આપવાને બદલે પરિસ્થિતિને સંભાળી હતી. આ દરમિયાન તેણે ત્યાં હાજર સુપરસ્ટાર ચિરંજીવીના વખાણ કર્યા. ઉર્વશીની આ ફિલ્મ 13 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

ઉર્વશી  રિષભ પંતને લઈ ટ્રોલ થઈ

જોકે આ પહેલીવાર નથી, આ પહેલા પણ ઉર્વશી રૌતેલા રિષભ પંતના નામને લઈને ટ્રોલ થઈ ચૂકી છે. લાંબા સમયથી અભિનેત્રી ટ્રોલર્સના નિશાના પર છે. રિષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી તેને મળવા આવી હતી અને તે ખૂબ જ પરેશાન હતી, જેના કારણે અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી હતી. હવે વોલ્ટેર વીરૈયાના મેગા-માસ ઈવેન્ટમાં પણ અભિનેત્રીને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

zલાલ સાડીમાં ઉર્વશીએ ચાહકોનું દિલ જીતી લીધું

આ ઈવેન્ટમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ ડીપ પ્લંગિંગ નેકલાઇન સાથે લાલ સાડી પહેરી હતી. જેમાં તેનું ફિગર ખૂબ જ આકર્ષક લાગી રહ્યું હતું. ઉર્વશીએ સાડી સાથે ડાયમંડ ઈયરીંગ, ડાયમંડ બ્રેસલેટ અને સ્ટેટમેન્ટ રીંગ પહેરી હતી. લાલ સાડીમાં ઉર્વશી ખૂબ જ હોટ લાગી રહી હતી.

editor
R For You Desk