તાજા સમાચાર

એવું તો શું થયું કે Gautam Adani અમીરોના લિસ્ટમાં ચોથા નંબર પર સરકી ગયા

નવા વર્ષ પર ભારત અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને વિશ્વના અમીરોની યાદીને લઈને મોટો ઝટકો લાગ્યો છે. અદાણી હવે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબરે સરકી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર બુધવારે તેમની નેટવર્થ 91.2 કરોડ ડોલરનો મોટો ઘટાડો થયો હતો અને તે 118 અરબ ડોલર રહી ગયો હતો. ગયા વર્ષે, અદાણીની નેટવર્થમાં 44 અરબ ડોલરનો વધારો થયો હતો અને તે સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ હતા. પરંતુ આ વર્ષે તેની કુલ સંપત્તિમાં અત્યાર સુધીમાં 2.44 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટ નંબર 1

તમને જણાવી દઈએ કે વિશ્વના અમીરોની યાદીમાં ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટ (Bernard Arnault) 182 બિલિયન ડોલરની સંપત્તિ સાથે નંબર વન પર છે. આ વર્ષે તેની નેટવર્થમાં $20 બિલિયનનો વધારો થયો છે. એટલે કે તેઓ દરરોજ લગભગ બે અબજ ડોલરની કમાણી કરી ચૂક્યા છે. ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટરના માલિક એલોન મસ્ક $132 બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. બુધવારે તેમની નેટવર્થમાં $2.78 બિલિયનનો વધારો થયો હતો. જો કે, આ વર્ષે તેની નેટવર્થમાં $4.84 બિલિયનનું મોટું નુકસાન થયું છે.

યાદીમાં કોણ કોણ છે

આ યાદીમાં અમેરિકાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ $111 બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં ચોથા નંબર પર છે. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ ($111 બિલિયન) છઠ્ઠા, લેરી એલિસન ($98 બિલિયન) સાતમા, મુકેશ અંબાણી ($87.6 બિલિયન) આઠમા, લેરી પેજ ($85.6 બિલિયન) નવમા અને સ્ટીવ બાલ્મર ($84.6 બિલિયન) દસમા ક્રમે છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગ આ યાદીમાં 50.1 બિલિયન ડોલરની નેટવર્થ સાથે 24માં નંબરે છે.

 

editor
R For You Desk