મનોરંજન

બે વર્ષની થઈ વિરાટ-અનુષ્કાની પ્રિન્સેસ, શેયર કરી પુત્રીની તસવીર

ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માની પુત્રી 11 જાન્યુઆરી, બુધવારે બે વર્ષની થઈ ગઈ છે. કોહલીએ તેની પુત્રીના બીજા જન્મદિવસ પર એક ખૂબ જ સુંદર તસવીર શેયર કરી છેકોહલીએ એક તસવીર શેયર કરી જેમાં હંમેશાની જેમ વામિકનો ચહેરો દેખાતો નથી પરંતુ તે તેના પિતાની છાતી પર આરામથી માથું મૂકેની સૂતી જોવા મળી છે. કોહલી તસવીરમાં તેને પ્રેમથી જોતો જોવા મળ્યો છે. કોહલીએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા દિલની ધડકન બે વર્ષ થઈ ગઈ છે’.

અનુષ્કાએ તેની પુત્રી સાથેની એક અનસીન તસવીર પણ શેયર કરી હતી, જેમાં વામિકા તેના ખોળામાં જોવા મળી હતી. અનુષ્કાએ તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘બે વર્ષ પહેલા મારું દિલ વધુ મોટું થઈ ગયું’.

વર્ષ 2020માં આઈપીએલ દરમિયાન આ કપલે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. વર્ષના અંતમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી પરંતુ કોહલી પ્રવાસની વચ્ચે જ પરત ફર્યો હતો કારણ કે તે બાળકના જન્મ પર અનુષ્કા સાથે રહેવા માંગતો હતો. તેમની પુત્રીનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો

વિરાટ કોહલી અને અનુષ્કા ક્યારેય તેમની પુત્રીનો ચહેરો નથી બતાવતા. તેમને પાપારાઝી ફોટોગ્રાફર્સને અપીલ કરી હતી કે તેઓ તેમની પુત્રીની તસવીરો ક્લિક ન કરે. જ્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર તેમની પુત્રીનો ચહેરો સામે આવ્યો ત્યારે તેમને સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી હતી.

editor
R For You Desk