તાજા સમાચાર

દેશમાં ખતમ થઈ રહ્યું છે VIP કલ્ચર… હજના VIP ક્વોટા સમાપ્ત થવા પર સ્મૃતિ ઈરાનીએ શુ કહ્યું

આ ધાર્મિક યાત્રામાં VIP કલ્ચરનો અંત આવે તે માટે કેન્દ્ર સરકારે હજમાં VIP ક્વોટા નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે તેનાથી દેશના સામાન્ય લોકોને તેનો લાભ મળી શકે અને તેના પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ એ સંકેત છે કે દેશમાં વીઆઈપી કલ્ચર ખત્મ થઈ રહ્યું છે

VIP ક્વોટા હેઠળ, રાષ્ટ્રપતિ પાસે 100 યાત્રાળુઓનો ક્વોટા હતો, વડાપ્રધાન પાસે 75, ઉપરાષ્ટ્રપતિ પાસે 75 અને લઘુમતી બાબતોના મંત્રી પાસે 50 હતો. આ ઉપરાંત, હજ સમિતિના સભ્યો/અધિકારીઓ પાસે 200 હજ યાત્રીઓનો ક્વોટા હતો.

હજ કમિટીના સૂત્રોએ જણાવ્યું કે લઘુમતી બાબતોના મંત્રાલયે 14 નવેમ્બરે પત્ર લખીને હજમાં VIP ક્વોટા નાબૂદ કરવાના નિર્ણયની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે હજ કમિટીના 200 હજયાત્રીઓના ક્વોટાને સામાન્ય ક્વોટા સાથે સમાવેશ કરવામાં આવે. હજ માટે ભારતનો ક્વોટા લગભગ બે લાખ હજયાત્રીઓનો છે.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પોતાનો ક્વોટા છોડ્યો

કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પોતાનો ક્વોટા છોડવો એ સંકેત છે કે દેશમાં વીઆઈપી સંસ્કૃતિ ખત્મ થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં વીઆઈપી કલ્ચર વિરુદ્ધ અનેક પગલાં લીધા છે, જેમાં સરકારી અધિકારીઓના વાહનો પર લાલ લાઈટ લગાવવા પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. PM મોદી હંમેશા VIP કલ્ચર વિરુદ્ધ બોલતા રહ્યા છે. મોદી પણ VIP કલ્ચર વિરોધી છે.

વડાપ્રધાને પોતાનો ક્વોટા રાષ્ટ્રને સમર્પિત કર્યો

ઈરાનીએ કહ્યું કે, હજ કમિટી અને હજયાત્રાને લઈને UPA સરકાર દરમિયાન વીઆઈપી કલ્ચર સ્થપાયું હતું. આ અંતર્ગત બંધારણીય હોદ્દા ધરાવતા લોકો માટે હજ માટે વિશેષ ક્વોટા હતો. હવે વડાપ્રધાને પોતાનો ક્વોટા રાષ્ટ્રને સમર્પિત કર્યો છે, જેથી તેમાં વીઆઈપી કલ્ચર ન રહે અને સામાન્ય ભારતીયને સુવિધાઓ મળે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને મેં પણ અમારો ક્વોટા છોડી દીધો છે. અમે હજ કમિટી સાથે ચર્ચા કરી કે તમે VIP કલ્ચર છોડી દો અને ક્વોટા નાબૂદ કરો. તમામ રાજ્યોની હજ સમિતિઓએ તેને ટેકો આપ્યો હતો.

મંત્રીના સબંધિતને સીટ મળી જતી

પહેલા મંત્રીના સબંધિત લોકોને હજમાં સીટ મળી જતી હતી, પરંતુ તે સિસ્ટમ નાબુદ કરવામાં આવી છે અને હવે દરેક યાત્રીને જવાની સમાન તક મળશે. સામાન્ય મુસ્લિમો હજ યાત્રાના મામલે કોઈ ભેદભાવ ઇચ્છતા નથી અને હવે દરેકને સમાન તક મળશે. બીજી તરફ હજ કમિટીના સૂત્રોએ જણાવ્યું કે મંત્રીની આ જાહેરાત બાદ આગામી થોડા દિવસોમાં આ નિર્ણય સંબંધિત સૂચના રજૂ કરવામાં આવશે.

editor
R For You Desk