રમત ગમત

Hockey World Cup નું બજેટ જોઈ ચોંકી જશો, પાણીની જેમ પૈસા વપરાયા

ભારત સતત બીજી વખત હોકી વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. જો કે, આ વખતે વર્લ્ડ કપનું આયોજન 2018 કરતા વધુ મોટા પાયે અને ભવ્યતા સાથે કરવામાં આવી રહ્યું છે. રાઉરકેલા અને ભુવનેશ્વરને એવી રીતે સજાવવામાં આવ્યા છે કે કોઈ નોન-હોકી પ્લેયર પણ તેમની તરફ આકર્ષાય જાય છે. જોકે આ ભવ્યતા પર પૈસા પણ પાણીની જેમ વહી ગયા છે

બજેટમાં દર્શાવવામાં આવ્યું છે કે આ વર્લ્ડ કપની યજમાની માટે 1098 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેડિયમ બનાવવા, ટ્રાન્સપોર્ટેશન, મેનેજમેન્ટ માટેના તમામ પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે. રાઉરકેલામાં બિરસા મુંડા સ્ટેડિયમ બનાવવામાં વધુ પૈસા ખર્ચવામાં આવ્યા છે. 20 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમને બનાવવામાં 875.78 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. (PTI)

આ વર્લ્ડ કપની મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ માટે બંને સ્ટેડિયમમાં નવી ટર્ફ નાખવામાં આવી છે. આ માટે લગભગ 17.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. (PTI)

આ વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટમાં કાર્યરત ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને અન્ય અધિકારીઓના રહેવા માટે નવી ઇમારતો તૈયાર કરવામાં આવી છે. આ માટે 84 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. (PTI)

ટીમો, અધિકારીઓ અને અન્ય લોકોના આવવા-જવા પાછળ 75 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમાં વર્લ્ડ કપની બ્રાન્ડિંગ અને પ્રચાર માટેનો ખર્ચ પણ સામેલ છે. (PTI)

editor
R For You Desk