જાણવા જેવું

એગ્રોકેમ કંપનીના ઈશ્યુમાં કમાણીની તક, જાણો પ્રાઇસ બેન્ડ, લોટ સાઇઝ અને GMP

એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઇફ સાયન્સ લિમિટેડનીઇનિશિયલ પબ્લિક ઓફરિંગ સોમવારે સબસ્ક્રિપ્શન માટે ખુલી છે. કંપની આ IPO દ્વારા 13.05 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીએ આ ઈશ્યુ હેઠળ 50 ટકા શેર HNIs માટે અને બાકીના 50 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખ્યા છે. Aristo Biotech IPO 19 જાન્યુઆરી 2023 સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે. કંપનીના શેરનું લિસ્ટિંગ NSE SME ઈન્ડેક્સ પર થશે.આ IPO હેઠળ શેરની ફાળવણી 24 જાન્યુઆરી, 2023 સુધી કરી શકે છે. તે જ સમયે, કંપનીના શેરનું લિસ્ટિંગ 27 જાન્યુઆરીએ થઈ શકે છે.

પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ

એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઇફ સાયન્સ લિમિટેડ કંપનીમાં Aristo Bio-Tech and Lifescience IPO હેઠળ પ્રમોટર્સે શેર દીઠ રૂ. 72ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીએ આ ઈસ્યુ માટે 1600 શેરની ઈશ્યુ સાઈઝ નક્કી કરી છે.

બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ જે ગુજરાતની પ્રતિષ્ઠિત મર્ચન્ટ બેન્કિંગ કંપની છે, તે આ ઇશ્યૂની લીડ મેનેજર છે. લિંક ઇનટાઇમ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. આ IPO હેઠળ નવા શેરના ઈશ્યુથી થતી આવકનો ઉપયોગ કંપનીની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા, સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ઈશ્યુ ચાર્જને આવરી લેવા માટે કરવામાં આવશે.

GMP

રૂપિયા 72 ના ભાવ સામે રૂ. 10નો GMP એ લિસ્ટેડ કિંમત કરતાં એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઇફસાયન્સ લિમિટેડ માટે 13.89% નું તંદુરસ્ત લિસ્ટિંગ પ્રીમિયમ દર્શાવે છે. એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઇફસાયન્સ લિમિટેડ 27 જાન્યુઆરી, 2023 ના રોજ  લિસ્ટ થાય  ત્યારે  રૂ. 82 લિસ્ટિંગ પ્રાઇસ મળી શકે તેમ  છે.

કંપનીને લગતી મહત્વની માહિતી

વર્ષ 2005 માં સ્થપાયેલ, એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઇફ સાયન્સ લિમિટેડ એ એગ્રોકેમિકલ કંપની છે. આ કંપની અનેક પ્રકારની જંતુનાશકોના ઉત્પાદન, ફોર્મ્યુલેશન, સપ્લાય, પેકેજિંગ અને જોબ વર્ક સર્વિસ સાથે સંકળાયેલી છે.

કંપની ભારતના 20 રાજ્યોમાં તેના ઉત્પાદનોની ડિલિવરી કરી રહી છે. આ સિવાય એરિસ્ટો બાયો-ટેક આર્મેનિયા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બેલ્જિયમ, કંબોડિયા, જર્મની, ઇટાલી, કેન્યા, મોલ્ડોવા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત, યુક્રેન અને 15 થી વધુ દેશોમાં તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે.

Event Tentative Date
Opening Date Jan 16, 2023
Closing Date Jan 19, 2023
Basis of Allotment Jan 24, 2023
Initiation of Refunds Jan 25, 2023
Credit of Shares to Demat Jan 26, 2023
Listing Date Jan 27, 2023

પ્રોફિટમાર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ અવિનાશ ગોરક્ષકરે જણાવ્યું હતું કે, “એરિસ્ટો બાયો ટેક એક અગ્રણી એગ્રોકેમિકલ પ્લેયર છે જે તેની પ્રોડક્ટ બાસ્કેટમાં ટેકનિકલ અને બ્રાન્ડેડ ફોર્મ્યુલેશનની વૈવિધ્યસભર બાસ્કેટરાખે છે. તેણે નાણાકીય વર્ષ 22 માં સારું પ્રદર્શન કર્યું અને આશા છે કે નાણાકીય વર્ષ 23 માં પણ કંપની ટોપલાઈન અને નફા બંનેમાં તંદુરસ્ત વૃદ્ધિ નોંધાવશે.

editor
R For You Desk