ગાંધીનગર30 મિનિટ પહેલા
PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે સવારે 10 વાગે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી.નું લોકર્પણ કર્યું હતું. ત્યાર બાદ હવે તેઓ બપોરે 3 વાગ્યા બાદ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધન કરશે, ત્યાં તેઓ IFFCO, કલોલના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે.
‘સહકાર સે સમૃદ્ધિ’ સેમિનારમાં સંબોધન કરશે
ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલમોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.
કલોલના ઈફ્કોના પ્લાન્ટનું ઉદઘાટન કરશે
મોદી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલના ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઊપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોડર્ન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલિટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.
PM મોદીએ કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું.
આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
સવારે 10 વાગે વડાપ્રધાન જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. બાદમાં સભાસ્થળે પહોંચ્યા હતા


ગુજરાતી વસ્ત્રોથી સજ્જ નરેન્દ્ર મોદી.