ગુજરાત મધ્ય ગુજરાત

એલ.જી. હોસ્પિટલ (LG Hospital) ફરી વિવાદમાં આવી

હોસ્પિટલ તંત્ર બેદરકાર હોવાનો આક્ષેપ પિપળજ પાસે રહેતા કાળુભાઇ સોલંકીએ લગાવતા કહ્યું હતુ કે, 6 દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. ઘરે ડિલિવરી કરવામાં આવી હતી. બાળકના જન્મ બાદ સતત રડતા રહેતા ચાર દિવસ પહેલા હોસ્પિટલ લાવ્યા હતા.

અમદાવાદ મહાનગપાલિકા (AMC) સંચાલિત એલ.જી. હોસ્પિટલ (LG Hospital) ફરી વિવાદમાં આવી છે. અહીં મૃતક બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેમનું બાળક બદલાઈ ગયું છે. અને ડી.એન.એ ટેસ્ટ (DNA Test)ની માંગ કરી છે. અમદાવાદ ખાતે આવેલ એલ.જી. હોસ્પિટલમાં બાળક બદલાયુ હોવાનો આક્ષેપ દર્દીના પરિવારજનોએ કર્યો છે.

હોસ્પિટલ તંત્ર બેદરકાર હોવાનો આક્ષેપ પિપળજ પાસે રહેતા કાળુભાઇ સોલંકીએ લગાવતા કહ્યું હતુ કે, 6 દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. ઘરે ડિલિવરી કરવામાં આવી હતી. બાળકના જન્મ બાદ સતત રડતા રહેતા ચાર દિવસ પહેલા હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં ઇન્ફેક્શન અને અન્ય તકલીફ હોવાનું કહી ડોક્ટર દ્વારા એન.આઇ.સી.યુ માં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને મળવા એમને જવા દેતા ન હતા. મંગળવારે બાળકનું મોત થઇ ગયું હોવાનું કહી બાળક ઘરે લઈ જવા કહ્યું હતું.

LG-Hospital hhn

બાળક કાપડમાં લપેટી આપ્યું હતું ઘરે જઈ જોયું તો બાળક બીજું હતું.

બાળકનાં પરિવારજનો આક્ષેપ છે કે બાળકની ડેડબોડી આપવામાં આવી છે તેના વાળ વધુ છે. તેમના બાળકને લાખું ન હતું. આ બાળક ને લખું છે. તેમનું બાળક કાળું હતું. હોસ્પટિલમાં પરિવારજનો મરણ પામેલા બાળક સાથે ધરણા પર બેસી ગયા હતા. અને બાળકના ડી.એન.એ ટેસ્ટ કરવાની માંગ કરી છે. બાળક બદલાયું હોવાનો આરોપ પર હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. લિના ડાભીએ રદિયો આપ્યો હતો. અને વધુમા કહ્યું હતું કે બાળકને એન.આઇ.સી.યુ માં રાખ્યું હોવાથી કાળો ડાઘ પડી ગયો છે. તે લખું નથી. બાળક તેમનું છે. હોસ્પિટલ તરફથી પોસ્ટમાર્ટ પણ કરવા તાકિદ કરી છે.

Herbal-Medicine 1245

editor
R For You Desk