ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત ના વરાછા ખાતે ડાયમંડ મશીનરી અને ટેકનોલોજી એસોસીએશન દ્વારા મિટિંગ નું આયોજન કરાયું

સુરત ની હીરા કંપનીઓ પર એક વિદેશી કંપનીએ કોપી રાઈટ નો કેસ કર્યો હતો..આ કેસ ને લઈ હીરા ના કારખાના માં તપાસ કરવામાં આવી રહી છે જેના કારણે હીરા ઉદ્યોગકારો ને કારખાના બંધ કરવા નો વારો આવી રહ્યો છે..ડાયમંડ મશીનરી અને ટેકનોલોજી એસોસીએશન દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું .. સુરતમાં ડાયમંડ સિટી કહેવામાં આવે છે અને ડાયમંડ સિટી તરીકેની ઓળખ સુરતે સમગ્ર દેશમાં બનાવી છે પરંતુ હવે ડાયમંડ સિટી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકડાયેલા ઉદ્યોગકારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુશ્કેલીનું કારણ એ છે કે, સુરતની હીરા કંપનીમાં જે મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે તે મશીનરી સામે એક વિદેશી કંપની દ્વારા કોપીરાઇટનો કેસ કરવામાં આવ્યો છે. વિદેશી કંપનીએ એક ખાનગી કંપની આધારિત સર્વે કરીને સુરતની 200 કરતાં વધુ ડાયમંડ પેઢીઓ સામે કોપીરાઇટનો કેસ કર્યો છે. વિદેશી કંપની દ્વારા કોપીટાઈટનો કેસ કરવામાં આવતા વિદેશી કંપની સામે કઈ રીતે લડત આપી શકાય તે માટે તમામ હીરા પેઢીના વેપારીઓએ એકત્રિત થઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસોસિયેશનના નેજા હેઠળ યોજવામાં આવી હતી. જેમાં સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ, GJEPCના ચેરમેન દિનેશ નાવડિયા સહિતના ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંકડાયેલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. ડાયમંડ ઉદ્યોગકારોનું કહેવું છે કે, વિદેશી કંપનીઓએ કોપીટાઈટનો કેસ કર્યો હોવાના કારણે તેમને માનસિક પરેશાની થઇ રહી છે અને માનસિક પરેશાનીના કારણે ઘણા હીરા પેઢીના માલિકો કે, જે નાના પાયે કામકાજ કરી રહ્યા છે તે પોતાના કામકાજ બંધ કરવા તરફ આગળ જઈ રહ્યા છે અને જો આવુ થશે તો બેરોજગારી હીરાઉદ્યોગમાં ખૂબ જ વધી જશે. તો બીજી તરફ હીરા અગ્રણીઓ દ્વારા વિદેશી કંપની સામે લડત આપવા માટે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી મદદની રજૂઆત પણ કરવામાં આવી રહી છે અને હાલ કોપીરાઇટના કેસ મામલે ડાયમંડ પેઢીઓના માલિકોએ કઈ રીતે લડત આપવામાં આવે તેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

editor
R For You Desk