ગુજરાત મધ્ય ગુજરાત

ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલનો હંગામો

આ વાઇરલ વિડિઓ ગઈકાલનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને ભરતસિંહ સોલંકીના આણંદ સ્થિત બંગલામાં બની હતી જ્યાં ભરતસિંહ સોલંકી અને એક યુવતી રંગરેલિયા કરતા હતા તેવામાં રેશ્મા પટેલ દ્વારા રંગે હાથે ઝડપી પડ્યા હતા.

ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલનો વિડિઓ વાયરલ થયો હતો જેમાં ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ અને એક યુવતી ઝગડતા નજરે પડે છે. ભરતસિંહ સોલંકીની પત્નીએ આરોપ લગાડ્યો છે કે યુવતીના કારણે પોતાના ઘર સંસારમાં આગ લાગી છે અને યુવતીને હિસાબે જ પતિ પત્નીના સંબધોમાં ખટરાગ ઉભા થયા છે.

કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસોલંકીનું પારિવારિક જીવન છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રાહુ છે અને તેમની પત્ની રેશ્મા પટેલ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે કે પતિ પત્ની વચ્ચે યુવતી આવતા સુખી ચાલતું લગ્નજીવનમાં તણાવ ઉભો થયો છે. આ વાઇરલ વિડિઓમાં ભરતસિંહ સોલંકી, રેશ્મા પટેલ અને યુવતી ઝપાઝપી કરતા દેખાઈ રહ્યા છે.

આ અગાઉ પણ ભરતસિંહ સોલંકીના પત્નીએ આરોપ લગાડ્યા હતા કે મને મારવામાં આવે છે અને ઘરે જાવ છું તો મને ધકકા મારીને બહાર કાઢે છે. અમેરિકાથી ગુજરાત પરત આવ્યા બાદ કહ્યું હતું કે હું અહીં જ રહીશ અને મારો હક્ક મેળવીને જ રહીશ. વધુમાં કહ્યું હતું કે ના છૂટકે મારે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનો સહારો લેવો પડ્યો છે. આ મામલે ભરતસિંહ સોલંકીની પત્નીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી.

editor
R For You Desk