દેશ-વિદેશ

રાહતના સમાચાર / મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓનો વધ્યો પગાર, જાણો DA માં કેટલો થયો વધારો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 7માં પગારપંચ હેઠળ સરકારે 3 ટકા મોંઘવારી ભથ્થું (DA વધારો)ની જાહેરાત કરી હતી અને જુલાઈ મહિનામાં સરકાર ફરી એકવાર કર્મચારીઓના DAમાં વધારો કરવા જઈ રહી છે, પરંતુ તે પહેલા સરકારે 5 અને 6 તારીખની જાહેરાત કરી હતી. પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને પણ મોટી ભેટ આપવામાં આવી છે. સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.

DA માં કર્યો નોંધપાત્ર વધારો

તમને જણાવી દઈએ કે કર્મચારીઓના ડીએમાં 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવેથી આ કર્મચારીઓને પણ કેન્દ્રીય કર્મચારીઓ જેટલો જ ડીએનો લાભ મળશે. આ સાથે કર્મચારીઓના ખાતામાં આ મહિનાથી જ નવા ડીએ મુજબ પગાર જમા થઈ રહ્યો છે.

5માં પગાર પંચના લોકોનું DA વધ્યુ

હાલમાં ઘણા એવા કર્મચારીઓ છે, જેમને 7મા પગાર પંચનો લાભ નથી મળી રહ્યો, તેથી આ બધાને ધ્યાનમાં રાખીને સરકારે આ ખાસ પગલું ભર્યું છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 5માં પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓનો DA વધીને 381 ટકા થઈ જશે.

જાણો છઠ્ઠા પગાર પંચ હેઠળ કર્મચારીને શું લાભ થશે

આ સિવાય જો છઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓની વાત કરીએ તો તેમનું DA 196 ટકાથી વધીને 203 ટકા થઈ જશે. જેમાં સરકારે DAમાં 7 ટકાનો વધારો કર્યો છે. કર્મચારીઓને જાન્યુઆરી 2022થી વધેલા ડીએનો લાભ મળવાનું શરૂ થશે. આ સાથે તેમને 3 મહિનાના એરિયર્સનો પણ લાભ મળશે.

rupee-pixabay-1200

editor
R For You Desk