દેશ-વિદેશ

અધિકારી આતંકવાદી ઓસામા બિન લાદેનને બતાવે છે ગુરૂ

ઉત્તર પ્રદેશના ફર્રૂખાબાદમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. વિશ્વના સૌથી ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને અહી એક અધિકારીએ પોતાનો ગુરૂ ગણાવ્યો છે. આટલુ જ નહી તેને પોતાની ઓફિસમાં તેની એક તસવીર પણ લગાવી છે.

આ ઘટના ફર્રૂખાબાદના નવાબગંજના વિજળી વિભાગની છે. જ્યાના પરિસરમાં લાગેલી આતંકવાદી ઓસામા બિન લાદેનની તસવીર વાયરલ થતા વિવાદ થયો છે. કાર્યાલયમાં લાગેલી ઓસામાની તસવીર નીચે આદરણીય ઓસામા બિન લાદેન વિશ્વના શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર લખવામાં આવ્યુ છે. જેની નીચે એસડીઓ રવિન્દ્ર પ્રકાશ ગૌતમનું નામ છે.

ઓસામા બિન લાદેનની તસવીર વાયરલ થતા વિવાદ

અધિક્ષક ઈજનેર એસ.કે.શ્રીવાસ્તવે આ અંગે જણાવ્યું કે તેમને પણ આ અંગે જાણ થઈ છે. તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટિનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. ફર્રુખાબાદમાં નવાબગંજ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન ઓફિસ સંકુલના વેઈટિંગ રૂમની દિવાલ પર ઓસામા બિન લાદેનની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. નવાબગંજની ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન ઓફિસની દિવાલ પર ઓસામાનો ફોટો વાયરલ થયા બાદ તેની માહિતી અન્ય અધિકારીઓ સુધી પહોંચી છે. આ માહિતી વાયરલ થયા બાદ ફોટો હટાવી દેવામાં આવ્યો છે.

20220601_100842-800x445

editor
R For You Desk