દેશ-વિદેશ

યુવકે જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેણે સિદ્ધૂ મુસેવાલાની ટી-શર્ટ પહેરી હતી

ચંદીગઢ : ચંદીગઢને અડીને આવેલા પંજાબના (punjab)મોહાલી જિલ્લામાં એક ચકચારી મામલો સામે આવ્યો છે. જિલ્લાના જંદપુર ગામમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુ (Sidhu Moose wala Murder) બાદ તેના એક ચાહકે ફિનાઈલ પીને આત્મહત્યા (Fan Attempt Suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકની ઉંમર સાડા સત્તર વર્ષની છે. હાલ તેની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. તેને ફેઝ-6 સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તબીબો તેની સારવાર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ યુવકે 10માં ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો. તેના માતા-પિતા રોજમદાર તરીકે કામ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે સિદ્ધુ મુસેવાલાના મોટો પ્રશંસક હતો. તે અવારનવાર તેના ગીતો ખૂબ જ સાંભળતો અને તેના નામવાળી ટી-શર્ટ પહેરતો હતો. મૂસેવાલાના મૃત્યુ બાદ તેઓ માનસિક રીતે અસ્વસ્થ થઇ ગયો હતો. એટલું જ નહીં તે તેને યાદ કરીને વારંવાર રડતો હતો.

સિદ્ધુ મુસેવાલાના મોત બાદ તેમના પરિવારે કહ્યું કે તેણે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું. તેણે મંગળવારે બપોરે અચાનક ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયસર પરિવારજનોને જાણ થઇ જતા તેઓ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકે જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ત્યારે પણ તેણે સિદ્ધૂ મુસેવાલાની ટી-શર્ટ પહેરી હતી.

ઉલ્લેખનીય છે કે, પંજાબના પ્રખ્યાત ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની રવિવારે સાંજે 30 ગોળીઓ ચલાવીને હત્યા કરવામાં આવી હતી.

પંજાબના ડીજીપી વી કે ભાબરાએ દાવો કર્યો છે કે આ હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઇનો હાથ છે. કેનેડાના બિશ્નોઇની નજીક રહેલા ગેંગસ્ટર લકી ઉર્ફે ગોલ્ડી બ્રારે ફેસબુક પોસ્ટ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. લોરેન્સ બિશ્નોઈને દેશના સૌથી મોટા ગેંગસ્ટરમાંથી એક માનવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે, સિદ્ધુએ મૂસેવાલા હત્યા કેસમાં પહેલી ધરપકડ કરી છે. પંજાબ પોલીસે મનપ્રીત સિંહ નામના શખ્સની ધરપકડ કરી છે, જેની ઉત્તરાખંડથી અટકાયત કરવામાં આવી હતી. જ્યાંથી તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે, ત્યાંથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પંજાબ પોલીસે સોમવારે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મામલે દહેરાદૂનથી પાંચ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી.

editor
R For You Desk