જાણવા જેવું શિક્ષણ જગત

સ્ટેશનરી સહીત નવા પાઠ્યપુસ્તક, નોટબુકમાં આશરે 25 ટકા જેટલો વધારો થવાની શક્યતા

હાલમાં વિક્રેતાઓ દ્વારા ઓર્ડર આપવામાં આવી રહ્યો છે પરંતુ સ્ટેક પુરતા પ્રમાણમાં મળતો નથી. જેથી વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે

મોંઘવારીનો માર દરેક જગ્યાએ સહન કરવો પડી રહ્યો છે ત્યારે રાજ્યના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સ્ટેશનરી સહીત નવા પાઠ્યપુસ્તક, નોટબુક વગેરેમાં આશરે 25 ટકા જેટલો વધારો થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. હાલમાં વિક્રેતાઓ દ્વારા ઓર્ડર આપવામાં આવી રહ્યો છે પરંતુ સ્ટેક પુરતા પ્રમાણમાં મળતો નથી. જેથી વાલીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.
સરકારના પાઠ્યપુસ્તકો પૈસાનું રોકારણ કરતા પણ પુરતા મળતા નથી તેવું પણ વેપારીઓનું કહેવું છે. આ પ્રકારની સમસ્યાઓ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પુસ્તકોમાં જોવા મળી રહ્યો છે.

એક બાજુ અમદાવાજ સહીત ગુજરાતમાં એફઆરસી દ્વારા ફી વધારા મામલે સોગંદનામું રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે ફી વધારોની માંગ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વાલીઓ માટે ફરી આ પ્રકારની ચિંતા સામે આવી છે કેમ કે, પાઠ્ય પુસ્તક મટીરીયલ વગેરેમાં વધારો થતા મુશ્કેલીઓનો સામનો મોંઘવારીના નામે વાલીઓને કરવો પડી શકે છે. ગુજરાતમાં શિક્ષણ સતત મોંઘુ બનતું જઈ રહ્યું છે ત્યારે આ વખતે રાજકારણમાં પણ શિક્ષણનો મુદ્દો ઉમેરાયો છે. ગુજરાત માટે શિક્ષણને લગતી આ સિવાય પણ અન્ય સમસ્યાઓને આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

editor
R For You Desk