દિકરો દેવાદાર થઈ જાય તેવું વિચારી માતા પિતા તકલીફ સહના કરતા હતા. આ દેવામાંથી તેમને મુક્ત કરી સરકારે આ જવાબદારી સ્વિકારી 3.5 કરોડને સારવાર વિના મુલ્યે કરવામાં આવી છે.
મોદી સરકારના 8 વર્ષ નિમિત્તે ગઈકાલે વડાપ્રધાને વિવિધ 17 જેટલી યોજનાઓને લઈને વાત કરી હતી. ગુજરાતમાં પણ આ શુસાનને લઈને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે 18 કરોડને આયુષ્માન કાર્ડ અપાયા, 3.5 કરોડને ફ્રીમાં 8 વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ સુવિધા આપવામાં આવી છે. આમ 8 વર્ષની ઉજવણી નિમિત્તે
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની પત્રકાર પરીષદ યોજાઈ હતી આ દરમિયાન સંબોધન કરતા સીઆર પાટીલે કહ્યું કે, પ્રધાનમંત્રીના 8 વર્ષ પૂર્ણ થયા છે. શાસન અને સુશાન શું હોય છે તેનો અનુભવ આપણને આ આઠ વર્ષમાં થયો છે. વડાપ્રધાને દરેક યોજનાઓ વિવિધ સ્તરના લોકો માટે જાહેર કરી. જિલ્લામાં આ યોજના લાગુ થાય તેના પ્રયત્નો થયા અને સફળતા મળી છે.
આયુષ્માના ભારત અંતર્ગત 1 લાખ 18 હજાર સેન્ટર પર કામગિરી કરવામાં આવી રહી છે. જેમાં 18 કરોડને કાર્ડ આપવામાં આવ્યા છે. 3.5 કરોડ લોકોને આ સહાય અત્યાર સુધી વિના મુલ્યે કરવામાં આવી છે. ગામડાઓમાં લોકો બિમાર હોય તો પણ કહેતા નહોતા. દિકરો દેવાદાર થઈ જાય તેવું વિચારી તકલીફ સહના કરતા હતા. આ દેવામાંથી તેમને મુક્ત કરી સરકારે આ જવાબદારી સ્વિકારી 3.5 કરોડને સારવાર વિના મુલ્યે કરવામાં આવી છે. આ સૌથી મોટી યોજના છે. આ ઉપરાંત વિવિધ યોજનાઓને લઈને સીઆર પાટીલે વિગતો આપી હતી અને વિરોધી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.