મધ્યપ્રદેશના અધિકારીઓ સુરત આવી પાંચને પકડી ગયા સુરતમાં નાનકડી ઓરડીના સરનામા પર 500 જેટલી બનાવટી કંપનીના નામે જીએસટી રજિસ્ટ્રેશન કરીને રૂ.800 કરોડનું બોગસ બિલિંગ કર્યું હોવાનો થયો પર્દાફાશ….
SURAT: બોગસ બિલિંગ નું કૌભાંડ ઝડપાયું.
ગુજરાતના સુરત શહેરમાં એક જ રૃમમાંથી ૫૦૦ બોગસ કંપનીઓ ઓપરેટ કરીને બગોસ બિલિંગનું કરોડોનું કૌભાંડ કરનારાઓ પાંચ વ્યક્તિઓની મધ્યપ્રદેશના જીએસટી કમિશનરના કચેરીના અધિકારીઓ સુરતથી ધરપકડ કરીને ઇન્દોર લઈ ગયા છે. તેમણે કરોડો રૃપિયાની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ પડાવી લીધી હોવાનું મધ્યપ્રદેશના જીએસટી કચેરીના અધિકારીઓએ જણાવ્યું છે.. સુરતમાં નાનકડી ઓરડીમાંથી પાંચ વ્યક્તિઓએ 500 જેટલી બનાવટી કંપનીઓના જીએસટી રજિસ્ટ્રેશન કરીને રૂ.800 કરોડના બિલ બનાવીને તેના પર ઈનપુટ ટેક્સક્રેડિટ મેળવી હોવાનું બહાર આવ્યું છે. આ કંપનીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી હતી. તેમણે ઓછામાંઓછી રૂ.100 કરોડની બોગસ ઈનપુટ ટેક્સક્રેડિટ મેળવી લીધી હોવાનો અંદાજ આવિરહ્યો છે નાનકડી ઓરડીમાં ચારથી પાંચ ટેલબ અને ખુરશી ગોઠવીને 550 કંપનીઓના બિલિંગ કરવામાં આવતા હતા.આ ઓરડીમાં એક સમયે એકસાથે છથી વધુ વ્યક્તિઓ બેસી શકે તેમ જ નથી. તેમ છતાંય તેમના સરનામા પર 550 બોગસ કંપનીના જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે તેમણે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશથી ગરીબોના ઓળખના પુરાવાઓ મેળવીને બોગસ કંપનીઓના નામ આપી જીએસટી રજિસ્ટ્રેશન મેળવી લીધા હતા. દહાડિયા મજૂર તરીકે કામ કરનારાઓના નામે જીએસટી રજિસ્ટ્રેશન મેળવ્યા હતા… સાત વર્ષ પહેલા મૃત્યુ પામેલી વ્યક્તિને નામે પણ જીએસટી રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું છે. સુરતની નાનકડી ઓરડીમાંથી સારી એવી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો, મોબાઈલ ફોનઅને સીમકાર્ડ તથા સીલ, લેટર પેડ્સ વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ આગળ વઘતા કૌભાંડની રકમ વધુ મોટી થવાની સંભાવના છે