પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કહેવાનું કારણ એ છે કે, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થવાથી તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો થાય છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થયો હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે અને ટ્રાન્સપોર્ટેશન મોંઘી થવાથી ખાદ્ય પદાર્થથી લઈને તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે અને અંતે ભાવવધારાનો સામનો સામાન્ય લોકોને કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ વેટમાંથી સૌથી વધારે આવક મેળવવામાં ગુજરાત દેશના બીજા ક્રમ પર આવે છે. પેટ્રોલીયમ પેદાશોના ટેકસના કારણે રાજ્ય સરકારને તગડી આવક થઈ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ઇકો રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022માં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સ એટલે કે વેટમાંથી દેશના અલગ-અલગ રાજ્યોની કુલ મળીને 49,229 કરોડ રૂપિયાની આવક થઈ છે. અને દેશના તમામ રાજ્યોમાં વેટની આવક માંથી સૌથી વધારે આવક મેળવવામાં ગુજરાત બીજા નંબર પર આવે છે. ગુજરાતને વેટની 5,659 કરોડ રૂપિયાની આવક થઈ છે. એટલે જો રાજ્ય સરકાર ધારે તો પેટ્રોલમાં લિટર દીઠ 3 રૂપિયા અને ડીઝલમા
પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કહેવાનું કારણ એ છે કે, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થવાથી તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો થાય છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થયો હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે અને ટ્રાન્સપોર્ટેશન મોંઘી થવાથી ખાદ્ય પદાર્થથી લઈને તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે અને અંતે ભાવવધારાનો સામનો સામાન્ય લોકોને કરવો પડી રહ્યો છે.
તો બીજી તરફ વેટમાંથી સૌથી વધારે આવક મેળવવામાં ગુજરાત દેશના બીજા ક્રમ પર આવે છે. પેટ્રોલીયમ પેદાશોના ટેકસના કારણે રાજ્ય સરકારને તગડી આવક થઈ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ઇકો રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022માં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સ એટલે કે વેટમાંથી દેશના અલગ-અલગ રાજ્યોની કુલ મળીને 49,229 કરોડ રૂપિયાની આવક થઈ છે. અને દેશના તમામ રાજ્યોમાં વેટની આવક માંથી સૌથી વધારે આવક મેળવવામાં ગુજરાત બીજા નંબર પર આવે છે. ગુજરાતને વેટની 5,659 કરોડ રૂપિયાની આવક થઈ છે. એટલે જો રાજ્ય સરકાર ધારે તો પેટ્રોલમાં લિટર દીઠ 3 રૂપિયા અને ડીઝલમાં લિટર દીઠ 2 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. જો સરકાર આ ભાવમાં ઘટાડો કરે તો ટેકસની આવકમાંથી સરકારને માત્ર 852 કરોડ રૂપિયાનો ઘટાડો થશે.
હત્વની વાત છે કે, ગત નાણાકીય વર્ષમાં કોરોના અને રશિયા યૂક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે. તેને લઈને ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને ક્રૂડ ઓઈલનો ભાવ 139 ડોલર પ્રતિ બેરલની સર્વોરચ સપાટી પર પહોંચી ગયો છે અને તેના કારણે ગુજરાતમાં પેટ્રોલ 105 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો હતો. તો હાલ ભાવ વધારો શરૂ થયો છે અને હાલ 120 ડોલર પર ક્રૂડ ઓઇલ ટ્રેડ થઈ રહ્યું છે અને આ જ કારણે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.
મહત્વની વાત એ છે કે, 21મે ના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પેદાશ પર ડ્યૂટીમાં ઘટાડો કર્યો પરંતુ ગુજરાતની સરકાર દ્વારા હજુ સુધી પેટ્રોલ ડીઝલ પર વેટ લેવામાં આવે છે તેમાં ઘટાડો કર્યો નથી. અગાઉ જ્યારે 2021માં દિવાળીના સમયે કેન્દ્ર સરકારે ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો તે સમયે તાત્કાલિક ગુજરાત સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર લાગતા વેટમાં ઘટાડો કર્યો હતો પરંતુ હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાની રાહત આપી શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે.