સૌરવ ગાંગુલીએ એક ટ્વીટ કરીને કહ્યુ કે તે નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ સૌરવ ગાંગુલીએ બુધવારે પોતાના એક ટ્વીટથી ફેન્સને ચોકાવી દીધા છે. ગાંગુલીએ ટ્વીટર પર લખ્યુ કે તે કઇક એવુ કરવા જઇ રહ્યો છે કે જેનાથી મોટી સંખ્યામાં લોકોને મદદ મળે. તે બાદ ઘણા યૂઝર્સે ટ્વિટર પર લખ્યુ કે ગાંગુલીએ બીસીસીઆઇ અધ્યક્ષ પદ છોડી દીધુ છે. થોડી વાર બાદ અપડેટ આવ્યુ કે ગાંગુલી બીસીસીઆઇ અધ્યક્ષ પદની ખુરશી પર બન્યા રહેશએ. જોકે, સોશિયલ મીડિયા પર તેના ટ્વીટને લઇને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા જ આ ચર્ચા હતી કે ગાંગુલી રાજનીતિમાં આવશે. અહી સુધી કહેવામાં આવ્યુ કે ગાંગુલી ભાજપ તરફથી પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદનો દાવેદાર હશે પરંતુ ત્યારે આવુ કઇ થયુ નહતુ. તે બીસીસીઆઇ અધ્યક્ષ જ બન્યો રહ્યો હતો. હવે તેને પોતાના એક ટ્વીટથી કઇક નવુ શરૂ કરવાના સંકેત આપ્યા છે. બીસીસીઆઇના સચિવ જય શાહે જોકે, સ્પષ્ટ કર્યુ છે કે ગાંગુલીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ નથી.
સોશિયલ મીડિયા પર તેના ટ્વીટને લઇને કેટલીક અટકળો લગાવવામાં આવી રહી છે. કોઇએ તેને રાજ્યસભા મોકલવાની વાત કરી તો કોઇએ આગામી રમત મંત્રી ગણાવ્યો હતો. એક યૂઝરે લખ્યુ કે તે રાજ્યની સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવા જઇ રહ્યો છે.
એક અન્ય યૂઝરે લખ્યુ કે તે આગામી કેન્દ્રીય રમત મંત્રી બની શકે છે અને અનુરાગ ઠાકુરને હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીનું પદ આપવામાં આવી શકે છે. જોકે, ગાંગુલીએ રાજનીતિમાં આવવાને લઇને કઇ કહ્યુ નથી.