ગુજરાત દક્ષિણ ગુજરાત

સ્ત્રી સશક્તિકરણનું સાચુ ઉદાહરણ એટલે અલ્પાબેન પટેલ, 400 જેટલા બિનવારસી મૃત્યુદેહની અંતિમવિધિ કરી

સ્ત્રી સશક્તિકરણ (Female empowerment)નું ઉત્તમ ઉદાહરણ અલ્પા પટેલ છે સામાન્ય રીતે મહિલાઓ સ્મશાન ભૂમિમાં જતા ડર લાગતો હોય છે ત્યારે મૂળ ભાદરણના 6 ગામ પાટીદાર સમાજની દીકરી અને નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પા પટેલ (AlpaBen Patel) છેલ્લા કેટલા વર્ષોથી બિન વારસી મૃત્યુદેહને વિધિવિધાનથી મુખાગ્નિ (Funeral of Unclaimed Body) આપી અંતિમ વિધિ કરી રહ્યા છે. અત્યારસુધી અલ્પા પટેલે 400 જેટલા બિનવારસી મૃત્યુદેહની અંતિમવિધિ કરી છે.

જનક જાગીરદાર, આણંદ: મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની ગ્રામીણ મહિલા આણંદ ખાતે નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ નામની સેવાના ભાવથી સ્વૈચ્છીક સંસ્થા ચલાવે છે. જે સ્ત્રીના સામાજિક જીવનના વિકાસ માટે મદદ કરે છે. વિધવા મહિલાઓને પગભર થવામાં પણ મદદ કરે છે. સાથે જ પરિણીત મહિલાના સમાજમાં પતિ અને પરિવાર સાથેના કંકાસ રૂબરૂ બંને પક્ષ સાથે કાઉન્સિલિંગ કરી તેને સમાધાન કરવાના પણ પ્રયાસ કરે છે. આ સંસ્થાના પ્રમુખ અલ્પાબેન પટેલનું સૌથી પ્રસંસનીય કાર્ય બિનવારસી લાશને અગ્નિ સંસ્કાર આપવાનું છે.

સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ અલ્પા પટેલ છે સામાન્ય રીતે મહિલાઓ સ્મશાન ભૂમિમાં જતા ડર લાગતો હોય છે ત્યારે મૂળ ભાદરણના 6 ગામ પાટીદાર સમાજની દીકરી અને નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પા પટેલ છેલ્લા કેટલા વર્ષોથી બિન વારસી મૃત્યુદેહને વિધિવિધાનથી મુખાગ્નિ આપી અંતિમ વિધિ કરી રહ્યા છે. અત્યારસુધી અલ્પા પટેલે 400 જેટલા બિનવારસી મૃત્યુદેહની અંતિમવિધિ કરી છે.

અલ્પા પટેલને તેમના આ કાર્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના સીએમ હતા ત્યારે પત્ર લખી તેમના આ કાર્યને બિરદાવ્યું હતું. ત્યાં જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અવે હાલના મુખમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ અલ્પા પટેલના બિનવારસી લાશને અંતિમવિધિના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવેલા છે.

અલ્પા પટેલને બિન વારસી મૃત્યુદેહની અંતિમવિધિનો વિચાર તેમની પાસે ભિક્ષુક લોકો જે મળે તેને વાળ કપાવી દાઢી કરાવી સારા કપડાં ચંપલ પહેરાવી તેને તેની જગ્યા પર પરત મૂકી આવતા હતા. પરંતુ તે ભિક્ષુકની તપાસ કરતા તે મૃત્યુ થયેલ સમાચાર જાણવા મળતા અને તેની અંતિમવિધિ વ્યવસ્થિત રીતે ના થઇ હોવાની જાણ થતા અલ્પા પટેલે તમામ બિનવારસી લાશના અંતિમવિધિ કરવાનું બીડું ઝડપ્યું અને આજ સુધી 404 જેટલા બિનવારસી મૃત્યુદેહના અંતિમ સંસ્કાર કરેલા છે.

તાજેતરમાં જ દીવા મેગેઝીન દ્વારા અલ્પા પટેલને એશિયાની ટોપ 30 મહિલામાં તેમના આ કાર્ય બદલ સમાવિષ્ટ કરી એવોર્ડ આપ્યો હતો. . અલ્પા પટેલનું આ સંવેદનશીલ કાર્ય ખરેખર અન્ય મહિલાઓ અને સામાજિક સેવા ભાવિ સંસ્થાઓને પ્રેરણા પુરી પાડે તેવું છે.

editor
R For You Desk