ગુજરાત મધ્ય ગુજરાત

2017માં આવેલા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે ફાયદો કરાવ્યો પરંતુ સત્તા ના અપાવી શક્યા, ખુદ સત્તાધારી પક્ષમાં જોડાઈ ગયા

બન્ને મોટા સમાજોનો સપોર્ટ હોવા છતાં પણ આ નેતાઓને મોટું થવાનો મોકો પણ હતો. ત્યારે બીજેપી પણ આ બન્ને નેતાઓને પ્રચારમાં ઉતારશે

અનામત આંદોલનનો મુખ્ય ચહેરો બનેલા હાર્દિક પટેલે ગઈ કાલે જ કેસરીયા કર્યા છે ત્યારે એ પહેલા જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીત્યા બાદ, કોંગ્રેસના હાથનો
સાથે છોડીને બીજેપીમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો અને હારનો સામનો કરવો પડ્યો હતો. 2017માં ભાજપને જબલ ડિજિટમાં સીટો મળી હતી પરંતુ જેવી જોઈએ તેવી
જીત મળી શકી નહોતી ત્યારે 2017માં આવેલા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે ફાયદો કરાવ્યો પરંતુ સત્તા ના અપાવી શક્યા. આ બન્ને નેતાઓ તેમના સમાજના બળથી
આગળ આવ્યા સમાજ પણ તેમના પડખે ઉભો રહીને આંદોલનમાં જોડાયો ત્યારે એવું લાગતું હતું કે, બીજેપીને પહેલીવાર આટલી મોટી ટક્કર મળી છે. પરંતુ હવે બીજેપી સામે
આંદોલન માંડનારાઓ જ બીજેપીમાં ભળી ગયા છે. કોંગ્રેસનું પ્લાનિંગ હતું કે, હાર્દિક પટેલને આગળ કરીને પાટીદારોના મત બટોરવામાં આવે આ ઉપરાંત નરેશ પટેલના
જોડાવાની શક્યતા પહેલા જ કોંગ્રેસમાંથી હાર્દિકે એક્ઝિટ લેતા ભાજપમાં જોડાતા હવે ભાજપ આ ફાયદો ઉઠાવી શકે છે પરંતુ એ પહેલા જ કોંગ્રેસના આગેવાનો એ પણ હાર્દિક
પટેલનો વિરોધ કર્યો છે. આ બન્ને નેતાઓની વાત કરીએ તો બન્ને ભાજપમાં ભળી ગયા જેના કારણે આંદોલનને કોઈ અવકાશ જ ના રહ્યો કેમ કે, બન્ને મોટા સમાજોનો
સપોર્ટ હોવા છતાં પણ આ નેતાઓને મોટું થવાનો મોકો પણ હતો. ત્યારે બીજેપી પણ આ બન્ને નેતાઓને પ્રચારમાં ઉતારશે. બન્નેનું પ્રભુત્વ હતું જેના કારણે કોંગ્રેસના ફાયદો
થતો હતો ત્યારે એક પછી એક આ બે નેતા ભાજપમાં જોડાતા 2022નું ભાજપનું વિધાનસભાનું લક્ષ્ય તેમના માટે સરળ બનશે.

editor
R For You Desk