ગુજરાત મધ્ય ગુજરાત

મારા પત્ની તો ફક્ત રૂપિયા અને સંપત્તિમાં જ રસ છે, મને નુકસાન પહોચાડવા દોરા ધાગા કરાયા હતા

મારા કહ્યામાં નથી એટલા માટે કોઈ એમની સાથે વ્યવહાર કરવો નહીં અમે સાથે નથી એ વાત જાહેરમાં તેમને કહી હતી

ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને તેમનાથી અલગ રહેતા પત્ની એ હોબાળો મચાવ્યો હતો 2 દિવસ બાદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની નું નામ લીધા વિના એક પછી એક નિવેદન આપ્યા હતા.

તેમને કહ્યું કે તેમને મારી ક્યારેય ચિંતા કરી નથી. મારા લ ફક્ત રૂપિયા અને સંપત્તિમાં જ રસ છે. મારી ગાડી વેચી નાખી નોકર ચાકરને કાઢી મૂક્યા છે.

મારું ઘર વેચી દીધુ છે. ડ્રાઇવર ને છૂટા કરી દેવામાં આવ્યા આ સાથેના કેટલાક પુરાવા હોવાનો દાવો ભરતસિંહ એ કર્યો છે. નામ લીધા સિવાય પત્ની પર આ પ્રકારે ભરતસિંહ સોલંકીએ ગંભીર આરોપ લગાવ્યા છે.

મારું મૃત્યુ ક્યારે થાય તેમાં જ તેમને રસ હતો. તેમ ભરતસિંહ સોલંકીએ નામ લીધા વિના જણાવ્યું હતું. પત્ની વિરુદ્ધ આ પ્રકારના વિવિધ આરોપ લગાવ્યા હતા. લગ્ન જીવનની વાત ને લઈને નામ લીધા વિના પત્ની પર આરોપ લગાવ્યા. મારી નાખવા દોરાધાગાનો સહારો લેવાયો હોવાનો દાવો કર્યો છે. મારું મૃત્યુ ક્યારે થાય તેમાં જ તેને રસ છે.

એ મારા કહ્યામાં નથી એટલા માટે કોઈ એમની સાથે વ્યવહાર કરવો નહીં અમે સાથે નથી એ વાત જાહેરમાં તેમને કહી હતી. મારા જીવને જોખમ છે એટલા માટે આ વાત કરી છે. કોઈ પણ રીતે સાથે રહી શકાય એમ નથી. અગાઉ 15 વર્ષ કરવા વિતાવ્યા છે એ મારા કુટુંબ ના લોકોને પૂછો ત્યારે ખ્યાલ આવે. પરિવારની વાત બહાર ના જાય તે માટે મેં બાંધી મુઠ્ઠી રાખી હતી પત્ની મિલકત માટે ષડયંત્ર રચતી હોવાનો ભરતસિંહ સોલંકી એ દાવો કર્યો છે.

editor
R For You Desk