કેરી ખરીદતા પહેલા તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો ખાવાની બહુ જ મજા આવશે અને અંદરથી પાકી પણ નિકળશે.
ગરમીના વાતાવરણમાં કેરી ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. આ સિઝનમાં અનેક લોકો પોતાના ઘરે મહેમાનોને કેરીનો રસ ખાવા માટે બોલાવતા હોય છે. ગરમીની સિઝનમાં કેરીનો રસ અને રોટલી હોય એટલે ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. કેરી બહુ મીઠું અને રસીલું ફળ છે જે અનેક લોકોની પહેલી પસંદ હોય છે. આમ, જ્યારે કેરી લેવા જઇએ ત્યારે ઘણી વાર એવી કેરી એવી આવે છે કે ખાવાનો મુડ બગડી જાય છે. ખરાબ કેરીનો રસ ખાવાની પણ મજા આવતી નથી. તો આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ શીખવાડીશું જે તમને કેરી સારી લાવવામાં મદદરૂપ થશે. તો નજર કરી લો તમે પણ આ ટ્રિક પર..
આ રીતે કેરીને ઓળખો
જે કેરી મીઠી અને પાકી હોય એ બીજી કેરી કરતા એકદમ સોફ્ટ હોય છે. જ્યારે પણ તમે બજારમાંથી કેરી ખરીદવા જાવો ત્યારે એને હાથ લગાવો અને સોફ્ટ છે કે નહિં એ તપાસો. કેરી લેતા પહેલા ખાસ ધ્યાન એ રાખો કે એ બહુ પાકેલી ના હોય.
કેરીને દબાવો અને પછી લો
કેરી ખરીદો ત્યારે હંમેશા ઉપરથી પાકેલી કેરી લો. ઉપરથી પાકેલી કેરી અંદરથી પણ સારી નિકળે છે. જો તમે થોડી કાચી કેરી લો છો તો ખટાશ બહુ હશે.
સુગંધથી ઓળખો
તમે જ્યારે પણ કેરી લો ત્યારે ખાસ કરીને એની સુંઘીને લો. કેરીની સુગંધ પરથી તમને ખ્યાલ આવે છે કે એ કાચી છે કે પાકી.