વાનગી શિક્ષણ જગત

રેસ્ટોરન્ટ જેવું ‘પાલક પનીર’ જલદી આ રીતે બનાવો ઘરે, ખાતા રહી જશે ઘરના લોકો

આ રીતે તમે ઘરે પાલક પનીર બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને ઘરના લોકો તમારા વખાણ કરવા લાગશે.

પાલક પનીરની સબ્જી ખાવાની બહુ જ મજા આવે છે. રેસ્ટોરન્ટ જેવું પાલક પનીર બનાવવા માટે તમે આ સિક્રેટ ટિપ્સ નોંધી લેશો તો ઘરે બહુ જ મસ્ત બનશે. તો મોડુ કર્યા વગર તમે પણ જલદી નોંધી લો આ રીત અને આજે જ તમે ઘરે આ સબ્જી બનાવો.

સામગ્રી

3 થી 4 જુડી કાપેલી પાલક  /  પનીર  /  લસણની કળી  /  ઝીંણુ સમારેલું આદું  /  લીલા મરચા  /  ડુંગળી  /  લીંબુનો રસ  / કસુરી મેથી  / પાણી  /  ફ્રેશ મલાઇ  / ઘી  /  બટર   / સ્વાદાનુંસાર મીઠું

પાલક પનીર બનાવવા માટે સૌ પ્રથમ પાલકને કટ કરી લો અને પછી બે વાર પાણીથી ધોઇ લો.

હવે ધીમા ગેસે પાણીમાં મીઠું નાંખીને ગરમ કરવા મુકો અને પછી એમાં પાલક નાંખો.

મીઠાવાળા પાણીમાં પાલકને બે મિનિટ સુધી ઉકાળો.

હવે આ બાફેલા પાલકને ગળણીમાં ગાળી લો.

હવે મિક્સરમાં આદુ, લીલા મરચાને પીસીને પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ એક કડાઇ લો અને એમાં ઘી અને બટર ગરમ કરવા મુકો.

ઘી ગરમ થઇ જાય એટલે એમાં આદુ, લીલા મરચાની પેસ્ટ નાંખો અને પછી એને સાંતળો.

ત્યારબાદ એમાં સમારેલી ડુંગળી નાંખો અને સાંતળો.

ત્યારબાદ એમાં પાલકની પેસ્ટ નાંખો અને બરાબર મિક્સ કરી લો.

હવે આમાં હળદર, મીઠું, ગરમ મસાલો નાંખો અને ધીમા ગેસે થવા દો.

ત્યારબાદ એક બીજી કડાઇમાં ઘી ગરમ કરો અને એમાં પનીર સાંતળો.

ગ્રેવી ઉકળી જાય એટલે એમાં પનીરના ટુકડા એડ કરી દો.

પનીર નાંખ્યાના 3 મિનિટ પછી ફ્રેશ મલાઇ નાંખો અને હલાવી દો.

તો તૈયાર છે પાલક પનીર.

editor
R For You Desk