ગુજરાત દક્ષિણ ગુજરાત

ઓલપાડમાં નહેરનાં પાણીમાં યુવકની લાશ તણાઈ આવી : પોલીસે મૃતકના વારસદારોની શોધ શરુ કરી

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના સરોલી પાસે નહેરનાં પાણીમાં યુવકની લાશ તણાઈ આવતા ચકચાર મચી જવા પામી છે હાલ તો પોલીસે મૃતકના વારસદારોને શોધવા તપાસ શરુ કરી છે.

ઓલપાડના સરોલી ગામની સીમમાંથી પસાર થતી કાંકરાપાર જમણા કાંઠાની નહેરના વહેતા ઉંડા પાણીમાં તણાઈ આવેલ એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. જેના પગલે વારસદારોને શોધવા ઓલપાડ પોલીસે તજવીજ હાથ ધરી છે. ઓલપાડ તાલુકાના સરોલી ગામની ખેત સીમમાંથી કાંકરાપાર જમણા કાંઠાની નહેર પસાર થાય છે. આ માઇનોરમાં વહેતા ઉંડા પાણીમાં ગત ગુરૂવાર, તા. 2 જૂન ના રોજ બપોરે 11.45 કલાકના સુમારે એક અજાણ્યો પુરૂષની લાશ તણાઈ આવી હતી.આ લાશ તાલુકાના સોંસક ગામના નિશાળ ફળિયામાં રહેતા ખેડુત ભૂપેન્દ્ર ચીમનભાઇ પટેલે નિહાળી હતી.જેથી તેમણે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરતા ઘટના સ્થળે આવેલ પોલીસે અજાણ્યા પુરૂષની લાશનો કબજો લઈ તપાસ આદરી હતી. આ તપાસ દરમ્યાન અજાણ્યા પુરૂષની ઓળખના કોઈ પુરાવા મળ્યા ન હતા.આ અજાણ્યા પુરૂષની ઉંમર આશરે 30 થી 35 વર્ષ,શરીરે મધ્યમ બાંધાનો,રંગે ઘઉં વર્ણનનો તથા શરીરે ઉંઘાડો અને કમરમાં કાળા કલરનો ફોર્મલ પેન્ટ પેહરેલ જણાયેલ હતો. જયારે મૃતક અજાણ્યા પુરૂષના જમણા હાથ ઉપર છુંદણાથી કંઈક લખેલ હતું, પરંતુ હાથમાંની ચામડી નીકળી જવાથી સ્પષ્ટ ન વંચાવવા ઉપરાંત જમણા હાથની ત્રીજી આંગળીમાં એક વીંટી પેહરેલ અને માથામા કાળા કલરના ટુંકા વાળ માલુમ પડ્યા હતા.જેથી પોલીસે આ મૃતક યુવાન સરોલી ગામથી પસાર થતી નહેરના ઉપરવાસના ઉંડા વહેતા પાણીમાં તણાયને આવ્યો હોવાનું અનુમાન છે.

editor
R For You Desk