ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

મોરબી નજીક આવેલા માળિયા હાઈવે પર એસટી બસમાંથી 62.50 લાખની લુંટ

બસમાં મુસાફરી કરતા મહાદેવ રામજીભાઈ વાઘમરે રાપરના જ વતની છે

ગુજરાતમાં લૂંટ, ચોરીના બનાવ અવારનવાર આવતા હોય છે. ચોરીના બનાવ સામાન્ય થતા જઈ રહ્યા છે અને હવે હાઇવે પર તેમજ એસ.ટીની મુસાફરી દરિમિયાન પણ આવા બનાવ બનતા હોય છે. આવા જ એક કિસ્સામાં રાપરથી એસ.ટી બસમાં મુસાફરી કરતા વ્યક્તિ સાથે બનાવ બન્યો હતો. એસ.ટી બસમાં મુસાફરી દરમિયાન હાઇવે પરની હોટલમાં બસ થોભતાં ફ્રેશ થવા માટે બાથરૂપ જવા નીચે ઉતાર્યા હતા તે દરમિયાન કોઈ અજણ્યા ઈસમ દ્વારા 62.50 લાખ ભરલો થેલાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

આ બનાવની વધુ વિગત મુજબ મહાદેવ રામજીભાઈ વાઘમરે નામના વ્યક્તિ રાપરથી બસમાં બેસી આવતા હોય દરમિયાનમાળિયા હાઈવે પર આવેલી માધવ હોટલ પર એસ.ટી બસ વિરામ માટે થોભવામાં આવી હતી અને રામજીભાઈ ફ્રેશ થવા માટે બસ પરથી ઉતરીને બાથરૂમ ગયા હતા અને બાથરૂમ કરી ફરી બસમાં પોતાની જગ્યા પર આવીને જોયું ત્યારે કોઈ અજાણ્યો ઈસમ તેમની રૂપિયા ભરેલી બેગ લઈને જતો રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું.

બસમાં બેગ તપાસતા તે ન મળતા બેગની ચોરી થયાનું જાણવાં મળ્યું હતું. ભોગબનનાર મહાદેવ રામજીભાઈ વાઘમરે રાપરના જ વતની છે અને આ ચોરીના ધટનાની જાણ થતા જ ભોગબનનાર એસટી બસ સાથે માળિયા પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસ દ્વારા નિવેદન લીધા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ તપાસની આગળની વધુ તાપસ કરી અજાણ્યા શખ્સને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

editor
R For You Desk