ચોમાસાના આગોતરા આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચના આયોજન ભવનના સભાખંડમાં બેઠક મળી હતી. કલેક્ટરે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર, વાવાઝોડું અને આકસ્મિક વરસાદની સંભાવનાને પહોંચી વળવા આગોતરું આયોજન ઘડી કાઢવા ઉપસ્થિત તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રિ-મોન્સુન દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીનું ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડી દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવાની રહેશે. જેમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવાશે નહી તેમ પણ જણાવ્યું હતું.
ચોમાસાના આગોતરા આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચના આયોજન ભવનના સભાખંડમાં બેઠક મળી હતી. કલેક્ટરે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર, વાવાઝોડું અને આકસ્મિક વરસાદની સંભાવનાને પહોંચી વળવા આગોતરું આયોજન ઘડી કાઢવા ઉપસ્થિત તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રિ-મોન્સુન દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીનું ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડી દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવાની રહેશે. જેમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવાશે નહી તેમ પણ જણાવ્યું હતું. બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષાઋતુ પહેલાં ટીડીએમપી/વીડીએમપી પ્લાન અપડેટ કરવાના રહેશે અને ઓનલાઈન અપડેટ કરી લાઈઝનની સહીવાળું પ્રમાણપત્ર મોકલવાનું રહેશે. આપત્તિ ઘટનાના સમયે અસરગ્રસ્ત લોકો સુધી સાચી વિગતો તૈયાર કરી જાહેરજનતાને અવગત કરવાની સાથે પુરતી માહિતીની જાણકારી મળી રહે તે માટેનું આયોજન કરવું, વર્ષાઋતુ/પૂર દરમિયાન કોઈ રોગચાળો ન ફેલાય તે અંગે તકેદારી રાખવા, સ્વાસ્થ્યના તાકીદના પગલાં લેવા, પીવાનુ આરોગ્યપ્રદ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, મેડીકલ ટીમો, પૂરતી દવાઓનો જથ્થો, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટેનું આયોજન, શહેરી વિસ્તારમાં જિલ્લા કંટ્રોલરૂમના સંપર્કમાં રહી લોકોને સાવચેત કરવા અને મળેલ આગાહીની લોકો સુધી પહોંચાડવાની જવાબદારી નક્કી કરાઇ હતી. આ સિવાય નગર સેવાસદન અને જિલ્લાના તમામ તાલુકાઓમાં અલગ કંટ્રોલરૂમ રાઉન્ડ ધી ક્લોક શરૂ કરવા, ખેતીની જમીન પાકને નુકશાન થયેલ હોય તો તે અંગે સર્વેની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી કરવા, જિલ્લાના ઉદ્યોગોમાં જાનહાની કે માલની નુક્શાની નિવારવા તમામ જરૂરી પગલાં લેવા, બચાવ રાહત કામગીરી માટે તરવૈયાઓની યાદી તૈયાર કરવા, અસરગ્રસ્ત ગામોના લોકોને કયા સ્થળે સ્થળાંતર કરવું જે સ્થળ સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કરી, ભવિષ્યમાં જરૂર પડે ફુડ પેકેટનું આયોજન કરવું, પશુ જાનહાની માટે સર્વે ટીમો તૈયાર રાખવા પણ આ બેઠકમાં જણાવાયું હતું. વધુમાં ડી વોટરીંગ પંપના સેટ તૈયાર રાખવા, અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શુધ્ધ પાણીની વ્યવસ્થા કરવી, વાવાઝોડ-પૂર અંગેની ચેતવણી મળ્યેથી માછીમારો દરિયામાં માછીમારી માટે જાય નહીં તેનું આયોજન કરવું, દરિયાકાંઠા વિસ્તારમાં મીઠુ પકવતા અગરિયાઓને યાદી તૈયાર કરવી વગેરે બાબતોએ તબક્કાવાર દરેક વિભાગ હસ્તકની કામગીરીની વિસ્તૃત ચર્ચા થઈ હતી અને ઉપયોગી માર્ગદર્શન કલેક્ટરે પૂરૂ પાડ્યું હતું.