વાનગી શિક્ષણ જગત

ઠંડી-ઠંડી Mango Coconut Smoothie બનાવો ઘરે, નોંધી લો આ રેસિપી

મેન્ગો કોકોનટ સ્મુધી ગરમીમાં પીવાની બહુ જ મજા આવે છે. તો જલદી-જલદી તમે પણ નોંધી લો આ રેસિપી..

ગરમીના વાતાવરણ કેરી ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. કેરી સ્વાદમાં જેટલી મીઠી હોય છે એટલી જ ખાવાની પણ મજા આવે છે. કેરીમાંથી તમે અનેક પ્રકારની રેસિપી બનાવી શકો છો. તો આજે અમે તમને એક મસ્ત રેસિપી શિખવાડીશું. જે કેરી અને નારિયેળમાંથી બને છે. આ ડ્રિંક તમે દિવસમાં એક વાર પીવો છો તો આખા દિવસની એનર્જી મળી રહે છે. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો મેંગો કોકોનટ સ્મુધી…

સામગ્રી

3 કપ કેરી  /  2 કપ દૂધ / 3 ચમચી નારિયેળ  /  2 થી 3 અખરોટ  / 6 થી 7 બદામ  /  6 થી 7 કાજુ  /  6 થી 7 કિશમિશ  /  5 થી 6 આઇસ ક્યૂબ્સ

બનાવવાની રીત

મેન્ગો કોકોનટ સ્મુધી બનાવવા માટે સૌ પ્રથમ કેરીને ધોઇને એના નાના-નાના કટકા કરી લો.

પછી મિક્સર જારમાં કાપેલી કેરીના ટુકડા નાંખો.

ત્યારપછી જારમાં દૂધ અને નારિયેળ એડ કરો.

હવે એમાં બદામ, કાજુ, કિશમિશ અને આઇસ ક્યૂબ્સ એડ કરો.

પછી મિક્સરને બંધ કરો અને બધી જ સામગ્રીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લો.

આ બધુ જ બરાબર ગ્રાઇન્ડ થઇ જાય પછી મિક્સર જારમાંથી કાઢીને ગ્લાસમાં લઇ લો.

તો તૈયાર છે સ્મુધી.

હવે આ સ્મુધીને 30 મિનિટ માટે ફ્રિજમાં મુકી દો અને ઠંડી થવા દો.

તો તૈયાર છે ઠંડી-ઠંડી મેંગો કોકોનટ સ્મુધી.

editor
R For You Desk