ઉત્તર ગુજરાત ગુજરાત

ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સરકાર છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકે તેવા તમામ પ્રયાસો કર્યા છે

રાજ્ય સરકારે વિચરતી જાતિના લોકોનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે. વિચરતી જાતિના લોકો જે હરી ફરીને પોતાનું ગુજરાન ચલાવતા રહે છે એ લોકોને રાજ્ય સરકારે પાકા મકાનો બનાવી આપ્યા છે

સાબરકાંઠાના આજે પ્રવાસ દરમિયાન પ્રાકૃતિક ખેતી અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના દીર્ધદ્રષ્ટા નરેન્દ્રભાઇ મોદીએ દેશના સૌ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગવંતી બનાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતે તો ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક ખેતી જિલ્લો પણ જાહેર કરી દીધો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. રાજ્યની સુરક્ષાની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત રાજ્યે સુરક્ષાની દિશામાં સારી એવી પ્રગતિ કરી છે અને રાજ્યમાં એક શાંતિ બની રહે એવા તમામ પ્રયાસો રાજ્ય સરકારે કર્યા છે.
વિચરતી જાતિ માટે થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે વિચરતી જાતિના લોકોનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે. વિચરતી જાતિના લોકો જે હરી ફરીને પોતાનું ગુજરાન ચલાવતા રહે છે એ લોકોને રાજ્ય સરકારે પાકા મકાનો બનાવી આપ્યા છે અને તેમના છોકરાઓને શિક્ષિત અને
દીક્ષિત કરવાનું કામ પણ આ રાજ્ય સરકારે કર્યું છે. ગુજરાતના વિકાસની ગતિ નરેન્દ્રભાઈએ આપી છે તેને આ સરકાર સૌના સાથ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ ધપાવી રહી છે એમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

administrator
R For You Admin