ભીંડા-બટાકાનું શાક તમે આ રીતે આમચુર નાંખીને બનાવશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે
ણાં લોકોને ભીંડાનું શાક ભાવતુ હોતુ નથી. ભીંડાનું શાક ઘરમાં બને એટલે અનેક લોકોના મોં બગડી જતા હોય છે. પણ જો તમે ભીંડાના શાકમાં આ રીતે બટાકા નાંખીને બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. ડિનરમાં પણ તમે ભીંડા-બટાકાનું શાક બનાવીને ખાઇ શકો છો. તો આ રીતે તમે પણ ઘરે બનાવો ભીંડા-બટાકાનું શાક..
સામગ્રી
2 કિલો ભીંડા / 4 બટાકા / 3 લસણની કળી / જીરું પાઉડર / લાલ મરચું / કાળા મરી / ધાણાજીરું / આમચુર / હળદર / મીઠું / ગરમ મસાલો / ચીલી ફ્લેક્સ / તેલ
બનાવવાની રીત
ભીંડા-બટાકાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ બટાકા અને ભીંડાને ધોઇને કટ કરી લો.
હવે કાપેલા ભીંડા અને બટાકાને અલગ-અલગ બાઉલમાં લઇ લો.
હવે એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે બટાકાના ફ્રાય કરી લો.
બટાકાનો રંગ આછા બ્રાઉન રંગનો થાય એટલે એને બહાર કાઢીને એક બાઉલમાં લઇ લો.
પછી લસણ અને ડુંગળીને કટ કરી લો.
આ ડુંગળીને હવે આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો.
હવે આ સાંતળેલી ડુંગળીમાં ભીંડા નાંખો.
હવે ફરીથી ભીંડા અને ડુંગળીને 3 મિનિટ સુધી સાંતળો.
પછી એમાં લાલ મરચું, ધાણાજીરું, આમચુર, મીઠું, ચીલી ફ્લેક્સ એડ કરો અને મિક્સ કરી લો.
આ બધી જ સામગ્રીને 5 થી 10 મિનિટ સુધી થવા દો.
હવે એમાં સાંતળેલા બટાકા એડ કરો.
તો તૈયાર છે સ્વાદિષ્ટ બટાકા-ભીંડાનું
.