ઓલપાડ પોલીસે હત્યા તથા એટ્રોસીટી એક્ટના ભંગના ગુનામાં જેલભેગા કરેલા આરોપીના જામીન રદ કરાયા.
ઓલપાડ પોલીસે હત્યા તથા એટ્રોસીટી એક્ટના ભંગના ગુનામાં જેલભેગા કરેલા આરોપીના જામીન રદ કરાયા..
દાંડીરોડ જહાંગીરપુરા ખાતે ક્રિષ્ના સોસાયટી સામે રહેતા આરોપી ગણપત ચુનીલાલ પટેલ તથા તેના જમાઈ ચેતન ઠાકોર પટેલ વિરુધ્ધ ઓલપાડ પોલીસમાં હત્યા ધાકધમકી આપી હત્યા તથા જાતિ વિષયક ગાળો બોલીને એટ્રોસીટી એક્ટના ભંગના ગુનાની ફરિયાદ નોંધાઈ હતી.જે મુજબ આરોપીઓની નજીકની સોસાયટીમાં રહેતા મરનાર દિવ્યાંગને ત્યાં ચૈત્રી નવરાત્રિ પ્રસંગે ભંડારાનો કાર્યક્રમમાં લોકોની અવરજવર તથા કારના અવાજથી અગવડતા થવાથી આરોપી ગણપત ચુનીલાલ પટેલે ફરિયાદીના મરનાર ભાઈ દિવ્યાંગને જાતિ વિષયક અપમાન કરીને ઝગડો કર્યો હતો.જે દરમિયાન આરોપીના ગણપટ પટેલના જમાઈ ચેતન ઠાકોર પટેેલે આવીને પોતાના સસરા સાથે કેમ ઝઘડો કરે છે તેમ કહીને બોથડ પદાર્થ મરનાર દિવ્યાંગના માથામાં ઝીંકી દેતાં તેનું મોત નિપજ્યું હતુ.