દેશ-વિદેશ

મહારાષ્ટ્રમાં ફડણવીસે ચમત્કાર કરી દીધો, રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાની હાર પર બોલ્યા શરદ પવાર

મહારાષ્ટ્રમાં ફડણવીસે ચમત્કાર કરી દીધો, રાજ્યસભા ચૂંટણીમાં શિવસેનાની હાર પર બોલ્યા શરદ પવાર

રાજ્યસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી ભાજપના ત્રણ, શિવસેના, એનસીપી અને કોંગ્રેસના એક એક ઉમેદવારની જીત

રાજ્યસભા ચૂંટણીના પરિણામને એનસીપી પ્રમુખ શરદ પવારે ચમત્કાર ગણાવ્યો છે. શરદ પવારે કહ્યુ કે ચમત્કાર એટલા માટે થયો કારણ કે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અપક્ષ ઉમેદવારોને પોતાના પક્ષમાં કરવામાં સફળ રહ્યા. પવારે કહ્યુ કે તેનાથી સરકારની સ્થિરતા (મહા વિકાસ અઘાડી) પ્રભાવિત નહી થાય.

શરદ પવારે કહ્યુ, આ પરિણામથી મને આશ્ચર્ય નથી થયુ. કોંગ્રેસ, શિવસેના અને એનસીપીને કોટા અનુસાર વોટ મળ્યા છે, એનસીપીના પ્રફુલ પટેલને વધારાના મત મળ્યા છે. તે વોટ એમવીએના નથી આ બીજી તરફથી આવ્યા છે.

ભાજપે ચૂંટણી પંચ પર દબાણ બનાવ્યુ- રાઉત

મહારાષ્ટ્રમાં શિવસેનાના સંજય પવારના રાજ્યસભા ચૂંટણી હારવા અને ભાજપના ધનંજય મહાડિકના જીત્યા બાદ પાર્ટીના નેતા સંજય રાઉતે ભાજપ પર આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યુ કે ભાજપે શિવસેનાનો એક વોટ અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણી પંચ પર દબાણ બનાવ્યુ. રાઉતે કહ્યુ કે ભાજપની જીત એટલી મોટી નથી જેટલી કહેવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના આ નેતાઓએ જીત મેળવી

મહારાષ્ટ્રના મુકાબલામાં ભાજપના પીયૂષ ગોયલ, અનિલ બોંડે અને મહાડિક રાજ્યસભા ચૂંટણીમાં વિજયી બન્યા છે. શિવસેનાના રાઉત, એનસીપીના પ્રફુલ પટેલ અને કોંગ્રેસના ઇમરાન પ્રતાપગઢી સંસદના ઉચ્ચ સદનમાં પહોચ્યા છે. કુલ 284 વૈધ મતમાંથી ગોયલને 48, બોંડેને 48, મહાડિકને 41.56, રાઉતને 41, પ્રતાપગઢીને 44 અને પટેલને 43 મત મળ્યા હતા.

administrator
R For You Admin