શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ખુશખુશાલ, સ્કૂલોમાં કોરોનાની તકેદારી રાખવામા આવી રહી છે
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ આજે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. નાના ભૂલકાઓ લાંભા સમય પછી શાળાએ ગયા હતા. આજથી વિદ્યાર્થીઓના કલબલાટથી ગુજરાતની શાળાઓ ધમધમશે. ગુજરાતમાં 100 ટકા ઓફલાઈન શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં આજથી 55 હજાર સ્કૂલોમાં 1 કરોડ કરતા પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો.
ગુજરાત રાજ્ય પ્રથામિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ગુજરાતમાં સમર વેકેશન પૂર્ણ થયા બાદ નવા સ્તરનો પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓ લાંબા સમયની રજા બાદ આજે પ્રથમ દિવસે સ્કૂલે ગયા બાદ ખુશખુશાલ નજરે આવ્યા હતા. ગુજરાતમાં વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને દરેક શાળાએ કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે તકેદારી રાખવી પડશે. આજે વિદ્યાર્થીના કલબલાટથી ગુજરાતની શાળાઓ ગુંજી ઉઠશે. પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની બહોળી સંખ્યામાં હાજરી.
જે વિદ્યાર્થીઓને શરદી, ઉધરસ કે તાવ આવતો હોય તેવા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા સૂચના આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યની બહારથી આવેલા અને વેકેશનની રજામાં ફરવા ગયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવીને તેમના તેબીયતની માહિતી એકત્રિત કરવામાં આવશે.
હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા 2022-23નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું નથી.
આ નવા સત્રમાં ગુજરાત રાજ્યનું શૈક્ષણિક વર્ષ CBSC મુજબનું રહેશે કે પહેલાની જેમ જ એપ્રિલ સુધી રહેશે તે અંગે હજુ સુધી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી.