ચીઝ પાલક સમોસા ખાવાની બહુ જ મજા આવે છે. આ સમોસામાં મીઠાશ બહુ હોય છે. તો જલદી નોંધી લો તમે પણ આ રેસિપી..
આજે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. જો કે આમ તો અમે તમને સમોસા બનાવતા જ શીખવાડવાના છીએ પરંતુ આમાં કંઇક અલગ છે. આ સમોસા તમે વરસાદી વાતાવરણમાં ખાઓ છો તો બહુ જ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ચીઝ પાલક સમોસા…
સામગ્રી
2 લીલા મરચા / બે કપ બાફેલી પાલક / ½ કપ પ્રોસેસ્ડ ચીઝ / સ્વાદાનુંસાર મીઠું / 2 કપ મેંદો / જરૂર મુજબ તેલ / બે કપ પાણી / બે ઝીણી સમારેલી ડુંગળી / લાલ મરચું / હળદર
બનાવવાની રીત
પાલક સમોસા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં મેંદો અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો.
આ લોટને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો જેથી કરીને એમાં સોફ્ટનેસ આવે.
હવે એક તપેલીમાં પાણી મુકીને પાલકને બાફી લો.
ત્યારબાદ એક કઢાઇ લો અને એમાં તેલ નાંખીને પાલક અને પ્રોસેસ્ડ ચીઝ નાંખીને ફ્રાય કરી લો.
પછી કઢાઇમાં ડુંગળી, હળદર, લાલ મરચું નાંખીને બરાબર મિક્સ કરી લો.
હવે કઢાઇમાં ફ્રાય કરેલું ચીઝ અને પાલક મિક્સ કરો.
તૈયાર કરેલા લોટમાંથી નાના-નાના ગુલ્લા બનાવી લો અને એમાંથી નાની રોટલી આકારમાં વણો.
હવે આ નાનકડી રોટલીમાં વચ્ચે બનાવેલું મિશ્રણ ભરો અને ચારેબાજુથી સમોસાના આકારમાં બંધ કરી દો.
એક કઢાઇમાં તેલ ગરમ કરવા મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં તૈયાર કરેલા સમોસાને ફ્રાય કરો.
સમોસા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને પછી બહાર કાઢી લો.
તો તૈયાર છે ચીઝ પાલક સમોસા.
Kitchen Hacks: વરસાદમાં ખાજો દાળ સમોસા, સ્વાદિષ્ટ અને મજેદાર સ્વાદ મળશે…