જાણવા જેવું શિક્ષણ જગત

આદુ સસ્તુ મળે ત્યારે આ રીતે કરી લો સ્ટોર, બારે મહિના એવુંને એવું જ રહેશે

અનેક લોકો કેરી, વટાણા, તુવેર સ્ટોર કરતા હોય છે. આમ તમે પણ આદુ સસ્તુ મળે ત્યારે બજારમાંથી લઇ આવો અને આ રીતે સ્ટોર કરો.

આદુ દરેક લોકોના ઘરમાં જોવા મળતુ હોય છે. ખાસ કરીને શિયાળામાં આદુનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય છે. ગરમીમાં આદુનો ઉપયોગ લોકો ઓછો કરતા હોય છે. જો કે અનેક લોકો રસોઇમાં પણ આદુનો ઉપયોગ કરતા હોય છે. ઘણા બધા શાકમાં આદુ નાંખવાથી ટેસ્ટ સારો આવતો હોય છે. આમ, જો તમે આદુ સસ્તુ હોય અને સ્ટોર કરવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે.

 

ભીનું આદુ ખરીદશો નહિં

જ્યારે પણ તમે આદુ ખરીદો ત્યારે ભીનું ખરીદશો નહિં. આદુને તમે સ્ટોર કરવા ઇચ્છો છો તો હંમેશા સૂકું આદુ ખરીદો. સૂકા આદુને તમે લાંબા સમય સુધી સાચવી શકો છો.

એરટાઇટ બેગમાં આદુ સ્ટોર કરો

તમે આદુને એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરો છો તો એવુંને એવું જ રહે છે. એરટાઇટ બેગમાં આદુ મુકવાથી ઓક્સીજન પહોંચતો નથી જેના કારણે આદુ ખરાબ થતુ નથી. આ સાથે જ આદુને એરટાઇટમાં સ્ટોર કરવાથી આદુ શિયાળામાં અને ગરમીમાં સારું જ રહે છે.

આદુને બીજા શાકમાં મિક્સ કરીને મુકશો નહિં

ઘણાં લોકો આદુને બીજા શાકની સાથે મુકતા હોય છે. જો તમે પણ કંઇક આવું કરી રહ્યા છો તો આ તમારી મોટી ભૂલ છે. આદુને એક જ થેલીમાં ભરો. આ સાથે જ આદુને ક્યારે પણ બટાકા-ડુંગળી સાથે મુકશો નહિં. આમ કરવાથી આદુમાં વાસ પણ આવે છે.

પેસ્ટ કરીને આઇસ ટ્રેમાં ભરી લો  તમે આદુને છીણીને એની પેસ્ટ કરીને આઇસ ટ્રેમાં ભરી લો અને પછી ફ્રિજરમાં મુકી દો. આમ કરવાથી આદુ તમે બારે મહિના વાપરી શકો છો અને બગડતુ પણ નથી.

administrator
R For You Admin