ધર્મ-આસ્થા માન્યતા

ઘરની આ જગ્યા પર સ્વસ્તિક કરવાથી…સ્વસ્તિકનું ચિન્હ ઘરમાં સુખ શાંતિ લાવે છે

સ્વસ્તિકના ચિન્હને ભાગ્યવર્ધક વસ્તુઓમાં માનવામાં આવે છે. સ્વસ્તિકને બનાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. સ્વસ્તિકને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હની ઉત્પત્તિ આર્યો દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે. સ્વસ્તિકના ચિન્હનો પ્રયોગ દરેક શુભ, માંગલિક કાર્યમાં કરવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ ગણેશ ભગવાનનું નામ લીધા વગર, કરવામાં આવેલા કાર્ય સફળ થતા નથી. એ કારણ છે કે પૂજાની શરુઆત કરતા પહેલા ભગવાન ગણેશનું નામ લેવામાં આવે છે અને સ્વસ્તિક ચિન્હ બનાવવામાં આવે છે. ધાર્મિકની સાથે સાથે વાસ્તુમાં પણ સ્વસ્તિકનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આવો જાણીએ ઘરે સ્વસ્તિકનું ચિન્હ બનાવવાના ચમત્કારી ફાયદા.

મુખ્ય દરવાજા પર સ્વસ્તિક : વાસ્તુ અનુસાર, ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સ્વસ્તિક ચિહ્ન બનાવવું આવશ્યક છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરની વાસ્તુ ખામીથી પણ છૂટકારો મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે મુખ્ય દરવાજા પર, સ્વસ્તિક સિંદૂરથી 9 આંગળીઓ લાંબી અને પહોળી કરવી જોઈએ.

ઘરના આંગણામાં સ્વસ્તિક : ઘરના આંગણાની વચ્ચો-વચ્ચ રંગોળીના રૂપમાં સ્વસ્તિક બનાવવું પણ શુભ રહે છે. પિતૃપક્ષમાં ઘરના આંગણામાં ગાયના છાણથી સ્વસ્તિક બનાવવાથી પિતૃઓની કૃપા મળે છે. જેના લીધે ઘરમાં સુખ-શાંતિ રહે છે. ઘરના આંગણામાં સ્વસ્તિક બનાવવાથી બધી નકારાત્મક ઉર્જા નીકળી જાય છે.

ઘરના દેવસ્થાનમાં સ્વસ્તિક : દેવસ્થાન એટલે કે પૂજાઘરમાં સ્વસ્તિક બનાવીને તેની ઉપર દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરવાથી તેમના આશીર્વાદ મળે છે. તમે તમારા ઘરમાં જ્યાં ઇષ્ટદેવની પૂજા કરો છો, તે સ્થાન પર ભગવાનના આસનની ઉપર સ્વસ્તિકનું ચિન્હ બનાવવું ઘણું જ શુભ રહે છે.

તિજોરીમાં સ્વસ્તિક : સ્વસ્તિકનું પ્રતીક કપડા, તિજોરી અથવા તે જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં તમે તમારા પૈસા રાખો છો. આનાથી માત્ર સમૃદ્ધિ મળે છે, પરંતુ કોઈ પણ રીતે આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. ખાસ કરીને દિવાળી પર તિજોરીની અંદર સ્વસ્તિક બનાવવી જોઈએ.

ઘરના ઉંબરા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું : જે લોકો દરરોજ સવારે ઉઠીને વિશ્વાસપૂર્વક માં લક્ષ્મીના આગમનના વિચાર સાથે ઉંમરાનું પૂજન કરે છે અને તેની બંને તરફ સ્વસ્તિક બનાવે છે, તેમના ઘરમાં માં લક્ષ્મી વાસ કરે છે. દરરોજ વહેલી સવારે ઉઠીને ઘરની સફાઈ કર્યા પછી ધૂપ સળગાવો અને ભગવાનની પૂજા કરો. ત્યારબાદ ઉંબરાની પૂજા કરતી વખતે બંને બાજુ સ્વસ્તિકનું ચિન્હ બનાવો.

administrator
R For You Admin