દેશ-વિદેશ

મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર ઘટાડશે VAT- CM એકનાથ શિંદેની જાહેરાત

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે, તેમની સરકાર ટૂંક સમયમાં ઇંધણ પર VATમાં ઘટાડો કરશે. વિશ્વાસ મત જીત્યા બાદ ચર્ચાનો જવાબ આપતા શિંદેએ ગૃહને માહિતી આપી હતી કે, ઈંધણ પર VAT ઘટાડવાનો નિર્ણય રાજ્ય કેબિનેટમાં લેવામાં આવશે. આ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેના તેમના પ્રથમ ભાષણમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે, બાલાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેના આશીર્વાદથી આજે એકનાથ શિંદેએ શિવસેના-BJP સરકારની સ્થાપના કરી છે.

મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનની સરકાર બની ત્યારે પેટ્રોલ-ડીઝલ પરનો VAT ઘટવાની ધારણા હતી જ, કારણકે જ્યારે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે હતા તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે કરેલી વીડિયો કોન્ફરન્સમાં નોન-ભાજપ સરકારોને વિનંતી કરી હતી કે તેઓ તેમના રાજ્યમાં VATમાં ઘટાડો કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે, પરંતુ ઠાકરેએ PMની વાત માની નહોતી. હવે જ્યારે ભાજપ ગઠબંધનની સરકાર બની છે ત્યારે બીજા ભાજપ શાસિત રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ પેટ્રોલ-ડીઝલ પર

abplive.com

તાજેતરના વિદ્રોહના દિવસોને યાદ કરતાં CM એકનાથ શિંદેએ કહ્યું કે, છેલ્લા 15-20 દિવસથી શિવસેનાના 40 ધારાસભ્યો અને 11 અપક્ષ ધારાસભ્યો, મારી સાથે કુલ 50 ધારાસભ્યોએ આટલો મોટો નિર્ણય લેવાની હિંમત બતાવી હતી. શિંદેએ કહ્યું, હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે હું આજે મુખ્યમંત્રી તરીકે આ સભાગૃહમાં બોલી રહ્યો છું કારણ કે જો તમે મહારાષ્ટ્રમાં જુદી જુદી ઘટનાઓ પર નજર નાખો છો, તો લોક પ્રતિનિધિ વિપક્ષથી સત્તા તરફ જાય છે. પરંતુ આજે આ એક ઐતિહાસિક ઘટના છે જેને દેશ અને દુનિયા જોઇ રહી છે.

firstpost.com

અમારી સાથે ઘણા મંત્રીઓ હતા, તેઓ તેમના મંત્રી પદ છોડીને મારી સાથે આવ્યા, 50 ધારાસભ્યો મારી સાથે આવ્યા અને તેમણે મારા જેવા કાર્યકર પર વિશ્વાસ કર્યો જે બાલાસાહેબ અને દિઘે સાહેબનો સૈનિક છે. બળવાના કારણો પર પ્રકાશ પાડતા, સીએમ શિંદેએ કહ્યું હતું કે, વિધાન પરિષદની ચૂંટણીના દિવસે મારી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું હતું તે ઘણા ધારાસભ્યોએ જોયું હતું, અને તે પછી બધા એક સાથે ચાલવા લાગ્યા. તે સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો ફોન આવ્યો હતો, તેઓ પૂછતા હતા કે- ક્યાં જાઓ છો તો મેં કહ્યું મને ખબર નથી. તેમણે પૂછ્યું કે તમે ક્યારે આવશો, મેં કહ્યું મને ખબર નથી. આ ઉપરાંત, પોતાના ભૂતકાળને યાદ કરતા તેઓ ખૂબ જ ભાવુક પણ થઈ ગયા હતા.

administrator
R For You Admin