ભારત સરકારના ગૃહ મંત્રાલયે રેમિટેન્સના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. તેનાથી વિદેશમાં રહેનારા ભારતીયો એટલે કે NRIને મોટી રાહત મળી છે. વિદેશમાં રહેનારા ભારતીયો હવે એક વર્ષમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ ભારત મોકલી શકશે. તેના માટે તેમણે કોઇ પ્રકારની ઓથોરિટીને કોઇ પ્રકારની જાણકારી આપવાની જરૂર પડશે નહીં. પહેલા આ સીમા ફક્ત 1 લાખ સુધીની જ હતી. સરકારે એક મહત્વનો નિર્ણય લેતા ફોરેન કોન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટ (FCRA)ના કેટલાક નિયમોમાં સંશોધન કર્યું છે.
આ વિશે હોમ મિનિસ્ટ્રી તરફથી જાહેર કરવામાં આવેલી એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે, ‘જો વિદેશમાં રહેનારા ભારતીયોને 10 લાખ રૂપિયાથી વધુની રકમ મોકલવી હોય તો તેમણે તેની જાણકારી 90 દિવસ પહેલા આપવી પડશે.’ પહેલા નક્કી લિમિટથી વધારે રકમ મોકલવા માટે 30 દિવસ પહેલા જાણકારી આપવી પડતી હતી.
એ જ રીતે રેમિટેન્સના નિયમ નંબર 9માં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમ FCAR હેઠળ રજિસ્ટ્રેશન કે પહલેથી અનુમતિ લેવાની સાથે જોડાયેલો છે. નવા નિયમો અનુસાર કોઇ વ્યક્તિ, સંગઠન કે NGOએ પોતાના બેંક ખાતાની જાણકારી હોમ મિનિસ્ટ્રીને 45 દિવસ પહેલા આપવી પડશે. પહેલા આ જાણકારી 30 દિવસ પહેલા આપવી પડતી હતી.
સરકારે FCRAના નિયમ નંબર 13ના પ્રાવધાન ‘B’ને પણ હટાવી દીધો છે. તેના હેઠળ દર ક્વોર્ટરમાં પોતાની વેબસાઇટ પર દાન કરવાવાળા લોકોની ડિટેલ્સ, તેનાથી મળનારી રકમ અને દાનની તારીખ સહિત એ વાતની પણ જાણકારી આપવી પડતી હતી કે ફોરન કરન્સીમાં તેમને કેટલી કરમ મળી છે.
FCRAના નવા નિયમ અનુસાર, જે સંસ્થાઓ કે NGOને વિદેશથી ફંડ મળે છે તેમણે દરેક ફાઇનાન્શિયલ યરની શરૂઆતમાં જ ફોરેન કન્ટ્રીબ્યુશન, ઇનકમ અને ખર્ચ, રિસિપ્ટ અને પેમેન્ટ એકાઉન્ટ અને બેલેન્સ શીટની જાણકારી એપ્રિલ મહિનાના પહેલા દિવસથી લઇને ફાઇનાન્શિયલ યર પૂર્ણ થયાના 9 મહિનાની અંદર કંપનીની વેબસાઇટ પર આપવી પડશે.