ગુજરાત દક્ષિણ ગુજરાત

‘સંઘવી’નો અર્થ ‘સહકુટુંબ’ એવો થાય છેઃ હર્ષ સંઘવી

સમસ્ત સંઘવી પરિવાર દ્વારા સુરતના ઘોડદોડ વિસ્તાર સ્થિત અગ્રવાલ હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો. પરિવારના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રીની કોરોનાકાળ દરમિયાન કરેલી શ્રેષ્ઠ કામગીરીને બિરદાવીને ભવિષ્યમાં પણ ગુજરાતની જનતાના હિત કાર્યો માટે સદાય સમર્થ બને એવા આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે જીવનના દરેક તબક્કે પડછાયાની જેમ સાથે રહેનાર અને મને હરહંમેશ જનસેવા માટે પ્રેરિત કરનારા પરિવારજનો, સમાજબંધુઓનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘સંઘવી’નો અર્થ ‘સહકુટુંબ’ એવો થાય છે. જાહેર જીવનમાં પરિવાર અને સમાજની પ્રેરણાએ મને જનસેવા માટેનું નવું બળ પૂરૂં પાડ્યું છે.

Khabarchhe.com

ગૃહ રાજ્યમંત્રીએ જનસેવા માટે હોદ્દો જરૂરી નથી, પણ મનમાં જનહિતની ભાવના હોવી જોઈએ એમ ભારપૂર્વક જણાવતા નવી પેઢીએ રાષ્ટ્રભાવના સાથે સાહસિક બનવા અને જરૂરિયાતમંદ લોકોની હરહંમેશ સેવા માટે તત્પર બનવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત સૌને પોતાની સમગ્ર દિનચર્યા, દિવસ દરમિયાન કરેલા કાર્યો, અનુભવોનું લખાણ કે નોંધ રાખવા અને લોકહિત માટે કરેલા સારા કાર્યોનું સરવૈયું કાઢવાનું રચનાત્મક સૂચન કર્યું હતું. મંત્રીએ વીરાંજલી કાર્યક્રમની સફળતા બાદ આગામી સમયમાં સુરતમાં ‘મિચ્છામિ દુક્કડમ’નાટકનું આયોજન કરી સુરત તેમજ રાજ્ય અને દેશના વિવિધ સ્થળોએ મંચન કરવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. સન્માન સમારોહમાં મંત્રીના માતા દેવિકાબેન સંઘવી, પત્ની પ્રાચીબેન સંઘવી તેમજ સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ અને ડીસા સહીત વિવિધ સ્થળેથી પધારેલા પરિવારના સભ્યો, અગ્રણીઓ, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Khabarchhe.com

administrator
R For You Admin