દેશ-વિદેશ

ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા અટકાવી દેવાઇ, 65000 શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

જમ્મૂ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે પવિત્ર અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. હવામાનમાં સુધારો થશે એટલે યાત્રા ફરી શરૂ થશે. 11 ઓગસ્ટે અમરનાથ યાત્રા સમાપ્ત થવાની છે.

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, પહેલગામ અને બાલતાલ બંને જગ્યાએથી પવિત્ર ગુફા તરફ મુસાફરોની અવરજવર હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. એવું કહેવાય છે કે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરી શરૂ થશે. અધિકારીઓએ કહ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 65 હજાર શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન કરી ચુક્યા છે.

newsncr.com

અગાઉ સોમવારે, 7,200થી વધુ શ્રદ્ધાળુઓનો છઠ્ઠો બેચ જમ્મુથી બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ માટે કડક સુરક્ષા વચ્ચે રવાના થયો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કડક સુરક્ષા વચ્ચે કુલ 7,282 શ્રદ્ધાળુઓ ભગવતી નગર યાત્રી નિવાસથી 332 વાહનોના કાફલામાં નીકળ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જેમાં 5,866 પુરૂષો, 1,206 મહિલાઓ, 22 બાળકો, 179 સાધુ અને નવ સાધ્વીઓનો સમાવેશ થાય છે.

અધિકારીઓએ કહ્યું કે, બાલતાલ જતા 2,901 તીર્થયાત્રીઓ 150 વાહનોમાં સવારે 3.40 કલાકે સૌથી પહેલા નીકળ્યા હતા. આ પછી 182 વાહનોનો બીજો કાફલો 4,381 શ્રદ્ધાળુઓને લઈને પહેલગામ જવા રવાના થયો હતો. આ યાત્રા 11 ઓગસ્ટે રક્ષાબંધનના અવસર પર સમાપ્ત થશે.

indiatvnews.com

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોમવારે અમરનાથ યાત્રા માટે સ્થાપિત બાલતાલ બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી અને ત્યાંની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. સિંહાએ બાલતાલ બેઝ કેમ્પ ખાતે યાત્રાળુઓ, અધિકારીઓ, સાથે વાર્તાલાપ કર્યો હતો. સુવિધાઓ, સેવાઓની ગુણવત્તા, મુસાફરો, સ્વયંસેવકોની સુખાકારી વિશે પૂછપરછ કરી અને કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યુ હતું.

આ પહેલા સોમવારે જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે પાકિસ્તાનમાંથી સ્મગલ કરેલા સ્ટીકી બોમ્બને ગંભીર ખતરો ગણાવ્યો હતો, પરંતુ સાથે તેમણે કહ્યુ હતું કે, અમરનાથ યાત્રા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે લગભગ 150 આતંકવાદીઓ સરહદ પાર મૌજુદ છે, પરંતુ સુરક્ષા દળો સંપૂર્ણ એલર્ટ પર છે. સુરક્ષા દળોએ ઘાટીમાં ઘૂસવાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે

toiimg.com

.

administrator
R For You Admin