રાજકોટ : ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે આ વિસ્તાર પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, કોડીનાર તાલુકામાં છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ 330 mm વરસાદ નોંધાયો છે, ત્યારબાદ સુત્રાપાડામાં 325 mm અને વેરાવળ તાલુકામાં 170 mm વરસાદ નોંધાયો છે. વેરાવળ-કોડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનો માટે બંધ કરાયો છે
અતિભારે વરસાદની આગાહી આ સાથે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંવરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમુક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના જેમાં હવામાન વિભાગે 8 અને 9 જુલાઈના અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી, કચ્છ, જામનગર,અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં હવામાન વિભાગે રાખીને માછીમારોનેદરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.
સાબરકાંઠા અને અરવલ્લીમાં થશે ભારે વરસાદ આ સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદનીઆગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાછે.આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે. આ સાથે દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર તેમજ મોરબીમાં પણ ભારેવરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડ પર છે.