ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

ગીર સોમનાથ: સુત્રાપાડામાં અનારાધાર વરસાદથી બ્રિજ ધોવાયો, દ્રશ્યો કેમેરામાં કેદ

Saurashtra heavy rain: ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેના પગલે 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.

ગીર-સોમનાથ: છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ (Sutrapada heavy rain) પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. બીજી તરફ ખેરા (Khera village) અને વસાવડ ગામ (Vasavad village) વચ્ચે વાડી વિસ્તારમાં ભારે વરસાદથી એક બ્રિજ ધોવાયો છે. આ બ્રિજ પરથી ખેડૂતો અવરજવર કરતા હતા. ખેરા અને વસાવડ ગામનો જોડતો બ્રિજ (Bridge) ધોવાઈ ગયાની માહિતી મળી છે. બ્રિજ ધોવાઈ ગયાનો આખો બનાવ ખેડૂતો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખો બ્રિજ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ રહ્યો છે.

ફોફળ-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

ભારે વરસાદને પગલે જામકંડોરણાનો ફોફળ-1 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ફોફળ ડેમમાં 11 ફૂટ નવા નીરની આવક થઈ છે. જેના પગલે ડેમની સપાટ ગઈકાલે 23 ફૂટે પહોંચી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. જામકંડોરણા પંથકમાં સાડા ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા દુધીવદર ગામ ખાતે આવેલો ફોફળ-1 ડેમ હાલ ભરાયો છે. આ ડેમની કુલ સપાટી 81.75 મીટર છે. ડેમની ગુરુવારની સપાટી 80.29 મીટર હતી.

ભાદર-2 ડેમ 70 ટકા ભરાયો

બીજી તરફ ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેના પગલે 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાદર -2 ડેમની જળ સપાટી 53.1 મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી 51.1 મીટરે પહોંચી છે. ડેમમાં 6,717 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધતા ધોરાજી તાલુકાના 4 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભોળા, ભોળગામડા, છાડવાવદર, સુપેડી ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપલેટાના 15 ગામ, કુતિયાણાના 10 ગામ અને પોરબંદરના 4 ગામને એલર્ટ કરાયા છે.

administrator
R For You Admin