આરોગ્ય જીવનશૈલી

દારૂ સાથે બાઈટિંગ તરીકે મગફળી કે કાજુ લેતા હોવ તો ચેતી જજો, નહિતર…

Things to eat with alcohol: આલ્કોહોલ સાથે લોકો બાઈટિંગ માટે ગમે તે ખાય છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આ બધું તમારા સ્વાસ્થ્ય પર શું અસર કરે છે? તો ચાલો આલ્કોહોલ સાથે ભૂલથી પણ કઈ વસ્તુ ન ખાવી જોઈએ તે અંગે જાણકારી મેળવીએ.

મોટાભાગના લોકો દારૂ સાથે મગફળી અથવા તળેલા કાજુ ખાવાનું પસંદ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધાને દારૂ સાથે ન ખાવા જોઈએ. તેમાં ઘણું કોલેસ્ટ્રોલ હોય છે જે આપણી ભૂખને મારી નાખે છે અને દારૂ પીધા પછી આપણને ભારે લાગે છે. વધુ કોલેસ્ટ્રોલ ના કારણે હાર્ટએટેક અને હાઈ બ્લડપ્રેશરનું જોખમ ઉભું થાય છે. આ સિવાય આ બે વસ્તુઓનું આલ્કોહોલ સાથે સેવન કરવાથી ઉલ્ટી થવાની સંભાવના પણ ઘણી વધી જાય છે.

સોડા કે કોલ્ડ ડ્રિંક્સ ક્યારેય પણ આલ્કોહોલ સાથે ભેળવવું જોઈએ નહીં. કારણ કે આ બંને વસ્તુઓ શરીરમાં પાણીની માત્રા ઘટાડે છે. તેના બદલે, તમે જ્યુસ, પાણી અથવા ફક્ત બરફ ઉમેરીને દારૂ પી શકો છો. કોલ્ડડ્રિંક્સ સાથે દારૂ પીવાથી સ્થૂળતા વધે છે. શરીરનું વજન વધી જાય છે તેમેજ પાણી ન ઉણપથી ઘણી વાર ડીહાઇડ્રેશન થઇ જાય છે.

આલ્કોહોલ સાથે ક્યારેય મીઠાઈ ન ખાવી જોઈએ. તે આલ્કોહોલનો નશો બમણો કરે છે અને તમે કાબૂ ગુમાવી દો છો

ઘણા લોકો દારૂ સાથે ચિપ્સ ખાય છે. એક તો તે સસ્તા છે અને ગમે ત્યાં સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ તેમને ખાવાથી તમને ખૂબ જ તરસ લાગે છે. આ કારણે લોકો વધુ દારૂ પીવે છે. આ ઉપરાંત, તે તમારા શરીરમાં પાણીની માત્રાને પણ ઘટાડે છે. ચિપ્સ ખાવાથી શરીરમાં ચરબીના થર જામે છે.

કેટલાક લોકોને આલ્કોહોલ સાથે દૂધની બનાવટો જેવી કે દહીં, ચીઝ કે બટર વગેરે ખાવાની આદત હોય છે. આ બધી વસ્તુઓ પચવામાં ઘણો સમય લાગે છે. દૂધની બનાવટો ખાવાથી પાચન ઉત્સેચકોને નુકસાન થાય છે, જેને કારણે આપચો અને પેટમાં દુ:ખાવાની તકલીફ પણ રહે છે અને ચરબી વધતા હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. પિઝા અને પાસ્તા પણ પચવામાં ભારે હોવાથી તેને ખાવાનું પણ ટાળો.દારૂના સેવનથી એસિડિટી થાય છે. તેથી તેની સાથે તળેલા નાસ્તા ખાવાનું ટાળો.

administrator
R For You Admin