દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે.
Cloud Burst Near Amarnath Cave: દક્ષિણ કાશ્મીરમાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે આવેલા અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. 50-60 લોકો ગુમ થયાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 60 લોકો ગુમ છે. અમરનાથ ગુફા પાસે અને પંચતરણીમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા હોવાના અહેવાલ છે.
ITBP troops conduct rescue operation at lower Amarnath Cave site
Read @ANI Story | https://t.co/WgKNSMKJ6S#ITBP #Amarnath #AmarnathCloudburst pic.twitter.com/zeFjLzfzp2
— ANI Digital (@ani_digital) July 9, 2022
અસ્થાયી રીતે યાત્રા રોકવામાં આવી
અકસ્માતને પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ યાત્રાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. યાત્રા હાલમાં બાલતાલ અને પહેલગામ બંને રૂટથી બંધ છે. અમરનાથ યાત્રા 3 જૂને જ શરૂ થઈ હતી.
#WATCH | Indian Army continues rescue operation in cloudburst affected area at the lower Amarnath Cave site
(Source: Indian Army) pic.twitter.com/0mQt4L7tTr
— ANI (@ANI) July 9, 2022
રાહત અને બચાવ કામગીરી ચાલુ છે
ભારતીય સેના અને આઈટીબીપીના જવાનો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો પણ બચાવ કાર્યમાં સામેલ છે. અમરનાથ ગુફા પાસે અને પંચતરણીમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા હોવાના અહેવાલ છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
જમ્મુ-કાશ્મીર પ્રશાસને શુક્રવારે અમરનાથ યાત્રા માટે હેલ્પલાઈન શરૂ કરી છે. લેફ્ટનન્ટ ગવર્નર એડમિનિસ્ટ્રેશન અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે ચાર ટેલિફોન નંબર જાહેર કર્યા છે જેના પર સંપર્ક કરીને લોકો માહિતી મેળવી શકે છે. શ્રાઈન બોર્ડે ટ્વિટ કર્યું, “અમરનાથ યાત્રા માટે હેલ્પલાઈન નંબર: NDRF: 011-23438252, 011-23438253, કાશ્મીર ડિવિઝનલ હેલ્પલાઈન: 0194-2496240, શ્રાઈન બોર્ડ હેલ્પલાઈન: 0194-2313149.”
દરમિયાન જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રીઓની નવી બેચ રવાના થઇ છે. એક પ્રવાસીએ કહ્યું, ” હવે અમને યાત્રા માટે આગળ જવા દેવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. અમને ખૂબ સારું લાગે છે. બાબા બધાની રક્ષા કરશે. ગઈકાલે જે કુદરતી આફત આવી તે અંગે દુઃખ થયું, પરંતુ ભગવાન શિવ બધાની રક્ષા કરશે અને દર્શન આપશે